પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ:તાપી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દ્વારા વૃક્ષારોપણ, 1.24.680 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું

તાપી (વ્યારા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ
  • વન વિભાગ દ્વારા વિના મુલ્યે રોપાઓનું વિતરણ કરાયું

તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા. 5 જુલાઈ થી 19 જુલાઈ સુધી "વંદે ગુજરાત વિકાસ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં લોકોમાં પ્રકૃતિ પ્રત્યે પણ જાગૃતિ કેળવાય તે હેતુથી વન વિભાગ દ્વારા વિના મૂલ્યે ફળ-ફૂલ સહિતના વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લામાં વૃક્ષારોપણને જાહેર જનતા દ્વારા બોહળો પ્રતિસાદ મળ્યો હતો.

1,24,680 રોપાઓનું વિતરણ વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન કરવામાં આવ્યું
તાપી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન વ્યારા અને ડોલવણ તાલુકામાં 11,900 મેડિશનલ પ્લાન્ટ અને 27,390 અન્ય ફળ-ફળાદી અને ફુલના રોપા મળી કૂલ 39280 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં 14,000 મેડિશનલ પ્લાન્ટ અને 4000 અન્ય મળી કૂલ 18000 રોપા, સોનગઢ તાલુકામાં 9810 મેડિશનલ અને 27,590 અન્ય મળી કૂલ 34400 રોપા અને વાલોડ તાલુકામાં 7500 મેડિશનલ અને 22,500 અન્ય મળી કૂલ 30,000 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ તાપી જિલ્લામાં કુલ 43,210 મેડિશનલ પ્લાન્ટ અને અન્ય 81,470 પ્લાન્ટ મળી કુલ 1,24,680 રોપાઓનું વિતરણ વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન સામાજિક વનીકરણ વિભાગ સુરત-તાપીના સહયોગથી કરવામાં આવ્યું હતું.

વન વિભાગ દ્વારા વિના મુલ્યે રોપાઓનું વિતરણ કરાયું
સામાજિક વનીકરણ વિભાગ સુરત-તાપીના જણાવ્યાં અનુસાર આ રોપાઓમાં સૌથી વધુ વડ, ગરમાળા, લીમડો, ગુલ મહોર, આસોપાલવ, આંબળા, સરગવો, ફણસ સહિત વિવિધ ફળો અને ફૂલોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વૃક્ષોનું વધુ પ્રમાણમાં વાવેતર થઇ શકે તે માટે વન વિભાગ દ્વારા વિના મુલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં નાગરિકો વૃક્ષારોપણમાં ખાસ રસ દાખવતા જોવા મળ્યાં હતા. જેથી શાળા કોલેજ, વિવિધ જાહેર સ્થળો, ખેતરો તથા પોતાના ઘરો-શેરીઓની આસપાસ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ
તાપી જિલ્લામાં આ યાત્રા દરમિયાન કુલ 278 પ્રકલ્પોના લોકાર્પણ અંદાજિત રૂપિયા 817.88 લાખના ખર્ચે, કુલ 73 પ્રકલ્પોના ખાતમુહુર્ત 466.06 લાખના ખર્ચે અને 70 નવા પ્રકલ્પોની જાહેરાત કરવાની સાથે રથ યાત્રા દરમિયાન સાફલ્ય ગાથાઓની ફિલ્મ નિદર્શન, વિવિધ સમિતિની બેઠકો, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં નિબંધ અને ચિત્ર સ્પ્રધાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિટ વિતરણ, પોષણલક્ષી વાનગી હરીફાઈ, બાળકોની વિકાસ વૃધ્ધિ અંગે તપાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પી.એમ.જે.એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ અને કે.વાય.સી દ્વારા અપડેશન તેમજ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ જેવા કાર્યક્રમો યોજાયાં હતા. જેમાં દરેક ગામોમાં નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે યાત્રાને વધાવી લેતા તાપી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાને ભારે સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...