વ્યારા નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાંચ મહિનાથી યોગ્ય ચેકિંગ કર્યું નથી. જેનાં પગલે નગરના દુકાનદારો ગ્રાહકો સાથે ગુણવત્તા અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અચકાતા નથી. વ્યારા નગરમાં અગાઉ સેનેટરી કમ ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ન હોવાને કારણે ચેકિંગની કામગીરી થતી ન હતી. પરંતુ હાલ જાન્યુઆરીથી ફૂડ એન્ડ સેફ્ટી અધિકારીની નિમણૂક થઈ છતાં નગરમાં ચેકિંગની કોઈ વિશેષ કામગીરી ન થતાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.
છેલ્લા કેટલાય સમયથી વ્યારા નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોવાને કારણે પાલિકામાં ચેકિંગની કામગીરી હાથ ધરાતી ન હતી. બીજી તરફ જિલ્લા ફૂડ અને આરોગ્ય વિભાગ પણ વ્યારા માં યોગ્ય ચેકિંગ ન કરતા નથી. તાપી જિલ્લાના મહત્વના ગણાતા વ્યારાના લોકો સાથે બિન આરોગ્યપ્રદ ખાદ્યખોરાક લેવા પડે છે. વ્યારામાં છેલા કેટલાય સમયથી ચેકિંગ ન થતાં હોવાના કારણે દુકાનદારોમાં કોઈ ડર રહ્યો નથી. ખાણી પીણી દુકાન ધારકોએ ચેકિંગ ન કરવાને કારણે કાયદો અને વ્યવસ્થાની ડર રહ્યો નથી.
બીજી તરફ વ્યારા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની ખાલી પડેલી જગ્યા જાન્યુઆરીમાં અધિકારીની નિમણૂંક કરી ભરી દેવાઈ હતી. જાન્યુઆરીથી મે માસ દરમિયાન પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય ચેકિંગ કર્યું નથી, જેથી પાલિકા દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી પાલિકામાં આવેલા વિવિધ ખાદ્યની દુકાનો અને નાસ્તા વેચનાર લોકો માટે ચેકિંગ કરાય એવી જાગૃત નાગરિકોની માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.