વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 53 કપુરાથી વ્યારા સુધી ખખડધજ થઈ જતા આ માર્ગ પરથી પસાર થવું વાહન ચાલકો માટે દુષ્કર બની ગયું છે. વારંવાર ની રજૂઆતોથી ત્રાસી ગયેલા કપુરા સહિત અન્ય ગામ ના ગ્રામજનો આજે રોષે ભરાયાં હતા, અને તાત્કાલિક આ માર્ગને રીપેરીંગ કરાવે એવી માંગ કરી હતી અન્યથા આવનારા દિવસોમાં ગાંધીજીના માર્ગની ચીમકી આપી હતી.
કપુરાના જાગૃત નાગરિકો દ્વારા વ્યારા થી કપુરા સુધી જોડતા નેશનલ હાઇવે નંબર 53 પર ઠેર ઠેર ખાડા અને ઉબડ ખાબડ માર્ગ ના કારણે પડતી મુશ્કેલીને લઈને અવારનવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું. આજરોજ ગ્રામજનો દ્વારા એકત્ર થયા હતા અને નેશનલ હાઇવે નંબર 53 રીપેરીંગ કરાવાઇ એની ઉગ્ર માગ સાથે તાપી જિલ્લા કલેકટર સહિત સાંસદ અને નેશનલ હાઇવે નંબર 53 ના ઓથોરિટી સહિત વિવિધ સ્થળોએ લેખિતમાં રજૂઆત મોકલી હતી. જેમાં જણાવ્યા મુજબ નેશનલ હાઇવે નંબર 53 એ સતત વાહનોની અવર જવર ધરાવતો હાઇવે છે.
આ હાઇવે નવીનીકરણ કરાવ્યું છે. પરંતુ કપૂરાથી વ્યારા સુધીનું નવીનીકરણ ન કરાવતા જેને લઈને નાના-મોટા અકસ્માતો સર્જવાના બનાવો સામાન્ય બની ગયા છે. બીજી તરફ ઉબડ ખાબડ માર્ગને લઈને આ વિસ્તારના વાહન ચાલકોના વાહનોમાં મેન્ટેનન્સ વધી રહ્યું છે. ખખડધજ માર્ગ પર વાહનો હંકારવાને લઈને વાહન ચાલકોના શરીર પર દુખી રહ્યા છે.
કપુરા ગામના લોકો અવારનવાર માર્ગ નવીનીકરણ બાબતે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે એક મહિનાની અંદર રસ્તા અંગે કોઈ નિરાકરણ ન આવે તો ગાંધીજીએ માર્ગની પણ ચીમકી ગ્રામજનોને ઉચ્ચારી હતી છેલ્લા કેટલાય સમયથી મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનોની હાલાકી બાબતે તાપી જિલ્લા સંબંધિત તંત્ર અને નેશનલ હાઇવે નંબર 53ની ઓથોરિટીના અધિકારીઓ આ બાબતે ગંભીરતા દાખવે અને ગ્રામજનોને પડતી મુશ્કેલી દૂર કરે એવી જ ગ્રામજની માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.