ચૂંટણી જંગ જામે તેવા સંકેત:માંગરોળ બેઠક માટે પહેલાં દિવસે 7 ઉમેદવાર ફોર્મ લઇ ગયા

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળમાં બહુ પાખિયો ચૂંટણી જંગ જામે તેવા સંકેત
  • ભાજપ, કોંગ્રેસ અને બીટીપી સહિત સાત ઉમેદવારોએ ફોર્મ મેળવ્યા

વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતા પ્રથમ દિવસે માંગરોળ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડવા થનગનાટ કરતા ભાજપ કોંગ્રેસ બીટીપી વગેરે પક્ષોના સાત ઉમેદવારોએ દાવેદારી માટે ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી પાસેથી લીધા હતા.

માંગરોળ વિધાનસભા બેઠક ઉપર બહુ પાખિયો જંગ ખેલાવવાની પૂર્ણ શક્યતા વર્તાઈ રહી છે ત્યારે જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ માંગરોળમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા એ ચૂંટણી અધિકારી પાસેથી ઉમેદવારી પત્ર લીધું હતું જ્યારે કોંગ્રેસ પક્ષના માજી ધારાસભ્ય રમણભાઈ કંસારાભાઈ ચૌધરી, એડવોકેટ બાબુભાઈ વનજીભાઈ ચૌધરી, કોંગ્રેસ હરીશભાઇ બળદેવભાઈ વસાવા, કોંગ્રેસ સુભદ્રાબેન હરીશભાઈ વસાવા, કોંગ્રેસ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુભાષભાઈ કાનજીભાઈ વસાવા અને અન્ય એક ઉમેદવાર એડવોકેટ સહદેવભાઈ વસાવા ઝાંખરડા સહિત કુલ સાત જેટલા ઉમેદવારોએ માંગરોળ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી પાસેથી ઉમેદવારી પત્રો લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...