ગરિમા લજવાય:એક તરફ રાજ્યમાં શોક, બીજી તરફ વ્યારા પાલિકા પ્રમુખે પાલિકામાં જન્મ દિવસ ઉજવ્યો

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 નવેમ્બરે રાજ્યમાં શોક જાહેર કરાયો હતો ત્યાં પાલિકા પ્રમુખે મૃતકોનો મલાજો ન જાળવ્યો
  • રાજ્યમાં શોકના દિવસે વ્યારા પાલિકામાં પ્રમુખની બર્થડે પાર્ટી ચર્ચાનો વિષય

મોરબીમાં ઝુલતા પુલની હોનારતને લઈને આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થળોએ પ્રાર્થના સભાઓ કરવામાં આવી છે. તેવા સમયે ભાજપ શાસિત વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલબેન રાણાએ રાજ્યવ્યાપી શોકની ઉજવણી ભૂલી જઈ પાલિકામાં જન્મદિવસની કેક કાપી ઉજવણી કરતા ચર્ચાનો વિષય બની ગયો હતો.

તાજેતરમાં મોરબી ખાતે જુલતા પુલ ઉપર સહેલાણીઓ ગયા હતા અને પુલ તૂટી જવાને કારણે મોટી હોનારત સર્જાય હતી. જેમાં કેટલાય લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે સમગ્ર રાજ્યમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા મોરબી હોનારત ને લઈ આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો એ અંતર્ગત વિવિધ સ્થળોએ મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના સભા કરાઈ હતી.સરકારી કચેરીઓમાં પણ ઠેર ઠેર પ્રાર્થના સભાના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા.

તો બીજી તરફ ભાજપ શાસિત વ્યારા નગર પાલિકા ના પ્રમુખ સેજલ રાણા ના આજે જન્મદિવસ હોય જેને લઈને નગરપાલિકામાં પાલિકા પ્રમુખની ઓફિસમાં જ પ્રમુખ સેજલબેન રાણાએ કેક કાપી ઉજવણી કરાઈ હતી. રાજ્યવ્યાપી શોકના દિવસે જન્મદિવસની કેક કાપી ઉજવણી કરનાર પાલિકા પ્રમુખની આ બનાવને સમગ્ર નગર સહિત જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો હતો. વ્યારા પાલિકા ખાતે પ્રમુખના જન્મદિવસની ઉજવણી દરમ્યાન પાલિકા ઇન્ચાર્જ પાલિકા ચિફઓફિસર અને ભાજપ શહેર સંગઠન ભાજપ પ્રમુખ હાજર રહ્યા તેમજ ઉજવણી દરમ્યાન કેટલાક સભ્યો પણ હાજર રહ્યા હતા.

સમગ્ર રાજ્યમાં મોરબીની ઘટના લઈને શોકાતુર બની ગયા છે. બાળકોથી લઈને તમામ કર્મચારીઓ અધિકારીઓ પણ આજે રાજ્યવ્યાપી શોકમાં જોડાઈને મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સરકારી કચેરીઓ રાષ્ટ્રધ્વજને અડધી કાઠી એ ફરકાવવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપ શાસિત વ્યારા નગરપાલિકામાં પ્રમુખ જ જન્મ દિવસની ઉજવણી કરી દેવાની ઘટના ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

તાપી જિલ્લાના વ્યારા ખાતે મામલતદાર કચેરીમાં મોરબી હોનારતના દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના શોકમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન થયું હતુ, જેના અનુસંધાને તાપી જિલ્લા ખાતે પ્રાર્થના સભાનું આયોજન મામલતદાર કચેરી વ્યારાના ઓડિટોરિયમ હોલ ખાતે રાખવામાં કરવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આજે સમગ્ર ગુજરાતમાં શોકસભાના આયોજન આયોજન કરાયું જે અંતર્ગત તાપી જિલ્લા કલેકટર ભાર્ગવી દવે, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ અધીક્ષક રાહુલ પટેલ, માર્ગ અને મકાન વિભાગના મનીષ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહી બે મીનિટ માટે મૌન ધારણ કરી આ ઘટનામાં મૃત્યુ પામનાર નાગરિકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...