ઉજવણી:વીરપોરમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઇ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાકૃતિક સંપદાથી ભરપુર અને આયુર્વેદિક ઔષધિઓના ભંડાર રૂપ તાપી જિલ્લામાં આજરોજ સરકારી આયુર્વેદ દવાખાનું તથા માનવ કલ્યાણ ટ્રસ્ટ - વિરપોર, તા.વાલોડ ખાતે જિલ્લા કલેકટર ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને સાતમા રાષ્ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગ રૂપે ધન્વંતરિ પૂજા તથા નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પ, આયુષ પરિસંવાદ તથા ઔષધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાતમા રાષ્ટ્રિય આયુર્વેદ દિવસ ઉજવણીના ભાગરૂપે ‘હર દિન હર ઘર આયુર્વેદ’ થીમને અનુલક્ષીને જિલ્લા કલેકટર ભાર્ગવી દવે દ્વારા આયુર્વેદના પોતાના અનુભવો અને આયુર્વેદ પદ્ધતિ માટે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ અંગે ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા દ્વારા પરંપરાગત આયુર્વેદ સારવાર અને સ્વાસ્થ્ય અંગે ખૂબ રસપ્રદ બાબતો વ્યક્ત કરવામાં આવી હતી.રાષ્ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગ રૂપે ધન્વંતરિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું, હતું.જેમાં આયુર્વેદમાં અતૂટ વિશ્વાસ ધરાવતા એવા જિલ્લા કલેકટર દ્વારા ભગવાન ધનવંતરી આરતી અને પૂજા પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...