339 લોકોનું સ્થળાંતર:ડોલવણમાં દિવસ દરમિયાન સાડા ચાર ઇંચથી વધુ વરસાદ,  ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં વધારો

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોલવણના 16 ગામના 339 લોકોનું સ્થળાંતર કરાવાયું
  • 1968 બાદ પ્રથમવાર આવું રોદ્ર રૂપ દેખાયું: સ્થાનિકો

તાપી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. બુધવારે પણ તાપી જિલ્લાના ડોલવણમાં સવારે 6:00 થી બપોરે 4.00 સુધીમાં 111 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પંથકની તમામ નદી નાણાઓ છલકાઈ જતા ડોલવણ તાલુકા ના 16 જેટલા ગામો માંથી 339 લોકોને સ્થળાંતર કરાવી દેવામાં આવ્યા હતા.

જેમાં ડોલવણ તાલુકાના અંતાપુર, બેસનિયા, પંચોલ, બોરકચ્છ, પીઠાદરા, ધોળકા, ઉમરવાવદુર, ચુનાવાડી, કરંજખેળ, અંધારવાડી દુર, બેડારાયપુર, રાયગઢ, પદમ ડુંગરી, પીલમવાડા,પલાસીયા, વાંકલ મળી કુલ-16 ગામોના કુલ-339 લોકોને સ્થળાંતર કરાવવામા આવ્યા છે. જેમાંથી 15 જેટલા નાગરિકોને આશ્રયસ્થાન વાંકલા શાળાના વર્ગખંડમાં આશ્રય આપવામાં આવેલ છે.

ઉચ્છલ તાલુકામાં ઘરોમાં પાણી ભરાઇ જવાની સંભાવનાના પગલે અંદાજીત 20 ઘરોના સભ્યોને સ્થળાંતર કરાવેલ છે. અને વાલોડ તાલુકામાં 25કુટુંબના કુલ-110 વયક્તિઓનું સ્થળાંતર કરેલ છે. આમ તાપી જિલ્લામાં કુલ-19 ગામોના 476 નાગરિકોનું સ્થળાંતર કરેલ છે. જેમાંથી 35 આશ્રયસ્થાન ઉપર અને અન્ય સગાસંબંધીઓને ત્યા રહેવાની વ્યવસ્થા કરાઇ હતી.

પુર્ણા નદી ગાંડીતૂર : પૂરના પાણી બુહારી ગામના ઘરોમાં ફરી વળ્યા
ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદી ગાંડીતૂર બની હતી. પેલાડબુહારી બુહારી જોડતા પુલની લગોલગ પાણી વહી રહ્યું છે. બુહારી ગામમાં ગપુર બસ્તી, માર્કેટમાં, વિરપોર ગામમાં સ્નેહવાટિકા, પાણીનાં ધસમસતા પ્રવાહમાં જનજીવન પ્રભાવિત થયું છે. પૂર્ણા નદીમાં આવેલા નાના નાના કોઝવે ચેકડેમ પાણીમાં ડુબી જતાં વાહન વ્યવહાર બંધ થતાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂર્ણા નદીમાં પુરની પરિસ્થિતિને પગલે પેલાડબુહારી બુહારીને જોડતા પુલ અને અંધાત્રી પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પૂર્ણા નદીના કિનારે આવેલું ભવાની મંદિર, બુહારીના આશાપુરી માતાજીના મંદીરના વિરપોર આનંદ આશ્રમના પટાંગણમાં પાણી ભરાઈ ગયા. 1968ની રેલ બાદ પહેલીવાર એટલું પાણી ગામ આવ્યું હોવાનું વડીલોએ જણાવ્યું હતું.

લખાલીનો પૂલ ગરક થતાં 8 ગામ સંપર્કવિહોણા
તાપી જિલ્લામાં પડેલા વરસાદને લઈ ગ્રામીણ વિસ્તારોના રસ્તા પાણી માં ગરકાવ થયા હતા. વ્યારા અને ડોલવણ તાલુકા સહિત ના પંચાયત હસ્તક ના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થયા હતા વ્યારા તાલુકા ના લખાલી ગામનો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ 8 જેટલા ગામો નો સંપર્ક કપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...