• Gujarati News
  • Local
  • Gujarat
  • Tapi
  • More Than 91 Thousand Cusecs Of Water In Ukai Dam, 6 Gates Of The Dam Were Opened 6 Feet And More Than 77 Thousand Cusecs Of Water Was Released Into The River.

ડેમ છલકાતાં દરવાજા ખોલાયા:ઉકાઇ ડેમમાં 91 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક, ડેમના 6 ગેટ 6 ફૂટ ઓપન કરી 77 હજારથી વધુ ક્યુસેક પાણી નદીમાં છોડાયું

તાપી (વ્યારા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીચાણવાળા વિસ્તારોને પહેલાથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં સપાટી રૂલ લેવલને પાર કરી ગઇ છે. જે જોતા ડેમના સત્તાધીશો દ્વારા આજે સાંજે 5 કલાકે ડેમના 6 ગેટ 6 ફૂટ ઓપન કરી 77 હજાર 381 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જો કે નીચાણવાળા વિસ્તારોને પહેલાથી જ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ઉકાઇ ડેમમાં 91 હજાર 801 ક્યુસેક પાણીની આવક નોંધાઈ
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત તાપી જિલ્લામાં પડેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. ઉકાઇ ડેમમાં 91 હજાર 801 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેના બાદ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. જેના કારણે પાણી આજે સાંજે 5 કલાકે સપાટી 333.20 ફૂટ પર પહોંચતાં ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 6 ફૂટ ખોલી તાપી નદીમાં 77 હજાર 381 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે આ પાણીની જાવક જરૂર જણાઈ તો તબક્કાવાર વધારવામાં આવશે એમ અધિકારી દ્વારા જણાવાયું છે. તો બીજી તરફ તાપી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...