તાપીમાં સાર્વત્રિક મહેર:ડોલવણના 7 ગામમાં 50થી વધુ ઘરમાં પાણી ભરાઇ ગયા,10 પરિવારોનું રેસક્યૂ

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેસનિયા અને અંતાપુર ગામોમાં પાણી ભરાતા પરિવારોના રેસક્યું કરાયા - Divya Bhaskar
બેસનિયા અને અંતાપુર ગામોમાં પાણી ભરાતા પરિવારોના રેસક્યું કરાયા
  • ડોલવણ તાલુકામાં 10 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
  • બેસનિયા અને અંતાપુર ગામોમાં પાણી ભરાતા પરિવારોના રેસક્યું કરાયા

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.રવિવારે સવારે 6થી સાંજે 4 કલાક સુધી માં 6 ઇચ વરસાદ આવતા તાલુકો પાણી થી તરબોળ થઈ ગયો હતો. જેને લઈને ડોલવણ તાલુકાના બેસનિયા અને અતાંપુર ગામોમાં પાણી ભરાઈ જતાં દસ પરિવાર નાં 25 થી વધુ લોકો ફસાઈ ગયા હતા. જેને વ્યારા નગરપાલિકા સહિત ડિઝાસ્ટરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને પંચોલ ખાતે આવેલી આશ્રમશાળામાં સહી સલામત ખસેડાયા હતા.

વાંકલા દુધ મંડળીના મકાનમાં પાણી ફરી વળ્યા
વાંકલા દુધ મંડળીના મકાનમાં પાણી ફરી વળ્યા

જ્યારે ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક પાટી ફળિયામાં રહેતી એક મહિલા ક્રોજવે પરથી પસાર થતાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી આવેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. તાપી જિલ્લા સહિત ડોલવણ તાલુકામાં સતત ત્રીજા દિવસે પાંચ ઇંચ થી વધુ વરસાદ આવી રહેવાના કારણે પંથકમાં તમામ નદી, નાળા અને ક્રોજવે ભય જનક સપાટી થી ઉપર જઈ રહ્યા છે.

વિવારના રોજ ડોલવણ તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજા ધામો નાખી દીધો છ કલાકથી બપોરના 12 કલાક સુધીમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ આવી જતા ડોલવણ તાલુકામાં જળબંબાકાર થઈ ગયો હતો.ડોલવણ તાલુકાના, પિઠાદરા, પંચોલ, વાંકલા, ઉમલવવાવદુર, ગામોમાં પાણી ભરાઈ જતાં હાલાકી વેઠવી પડી હતી.

ડોલવણ તાલુકાના ગામોમાં છેલ્લાં ચોવીસ કલાક માં 8ઈચ થી વધુ વરસાદ ના સામનો કરી રહેલા લોકો ના જનજીવન પ્રભાવિત થયું છે.ભારે વરસાદથી પુણૉ નદીના,ઓલણ નદીના કિનારે આવેલ ગામમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં કેટલાક લોકો ને રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતાં. અવિરત વરસાદથી ગરીબ મજુર વગૅના લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા હાલાકી ભોગવવી પડી હતી.

ડોલવણ તાલુકાના ઉમરવાવદૂર ગામે ડેરી ફળિયામાં સવારે 7 :30 વાગ્યા આસપાસ ઘરોમાં બબ્બે-ત્રણત્રણ ફૂટ પાણી ભરાયાં. આઠ ઘરોમાં ભારે નુકસાન થવા પામ્યું છે. ઊંચાણવાળા વિસ્તારથી ઘસી આવેલાં પૂરના વહેણ એટલા તેજ હતાં કે ડેરી ફળિયું બેટમાં ફેરવાઈ જવા પામ્યું હતું અને કેટલાંક ઘરોના ભીંત, માલસામાન તણાઈ ગયા હતા. ઘોડાપૂરને કારણે અનાજ, રાશનપાણી બધું પાણીમાં ડૂબી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું.

વાંકલા ગામમાં નીચી ફળિયામાં રહેતા કાન્તુ ભાઈ નગીનભાઈ ગામીત, સફારી બેન,ગામીત,રૂવાજી ભાઈ ગામીત અને દુધ મંડળીના મકાનમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે પિઠાદરા,પંચોલ, અંધારવાડીદુર, ગામમાં અનેક ઘરોમાં પાણી ભરાઇ જતાં મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. પિઠાદરા ગામના નવાં ફળિયામાં પટેલ ફળિયામાં રાજેશભાઈ ગામીત, સુરેશભાઈ ગામીત, ગીતા બેન ગામીત,તિથૅ ભાઈ ગામીત, ધોડીયાવાડમાં દિલિપભાઈ ગામીત ના ઘરોમાં પાણી ભરાઇ જતાં ઘરવખરી ને નુકશાન થયું છે.​​​​​​​

છેલ્લાં બે દિવસથી અનાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી માહોલ જાહેર માર્ગ ઉપર પાણી પાણી થઈ ગયાં છે. કુભીયા ગામમાં આવેલો પુલ પાણીમાં ધોવાણ થઇ જતાં જ લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી.. ડોલવણ તાલુકાના બેસનિયા અને અંતાપુર ગામમાં આવેલા 10 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જતા વ્યારા નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી નારાણભાઈ અને ટીમ દ્વારા વિવિધ નો લઈને 30 જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરી પાણી વાળી જગ્યાથી બહાર કાઢ્યા હતા અને નજીકમાં આવેલી પંચોલ આશ્રમશાળામાં ખસેડાયા હતા.

તાપી જિલ્લાના 57 માર્ગો બંધ
ભારે વરસાદને કારણ તાપી જિલ્લાના 57 જેટલા રસ્તાઓ વ્યવહાર માટે બંધ કરી લેવાયા હતા વ્યારામાં 19, ડોલવણમાં 16, વાલોડમાં 04, સોનગઢમાં 15, ઉચ્છલમાં 1 અને કુકરમુંડામાં 1 મળી કુલ 57 જેટલાં માર્ગો બંધ થતા ગ્રામજનો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.જેમાં વ્યારા તાલુકામાં 1.જેસિંગપુરા ઉંમરાવનજીક રોડ 2જેસિંગપુરા નવાપાડા જોઇનીંગ ઉમરાવનજીક રોડ, 3ખુરદી એપ્રોચ રોડ, 4.કરંજવેલ મૈન રોડ ટુ મોટા ફળિયાથી જતનાભાઈનાં ઘર સુધી, 5ખુસાલપુરા ભાનાવાડીરોડ, 6.ઝાંખરી આશ્રમથી ચીચ બરડીરોડ, 7 વર્ડકુઇ વાંસકુઈ નાનાચેર રોડ, 8.કેળકુઇ ગાંધી ફળિયાથી હાઇસ્કુલને જોડતો રસ્તો, 9.વ્યારા પાનવાડી, મુસા, મદાવ, છીંદીયા, મેદપુર, બાલપુર, ઉમરવાવ નજીક, ગડત, બેડચીત રોડ વાલોડ તાલુકામાં 1 બુટવાડા ઇનામાથી ઉકાઈ કોલોની રોડ, 2.વાલોડ શેઢી ફળિયાથી બુટવાડા રોડ, વાલોડ જકાતનાકાથી શેઢી ફળિયા રોડ, સોનગઢ તાલુકામાં 1. લાંગડ એપ્રોચ રોડ, 2. ઘુસરગામ એપ્રોચ, જોઇનીંગ ઓટા-સોનગઢ રોડ, ડોલવણ તાલુકામાં 1 ઉમરકચ્છ એપ્રોચરોડ 2.લખાલી ચીજબરડી રાણીઆંબા ઢોંગીઆંબા રોડ, 3. વિરપુર ઉમરકચ્છ જોઇનીંગ એસ.એચ.રોડ,4 પીથાદરા જામણીયા બરડીપાડા પીપલવાડા રોડ, 5ધામણદેવી ભીલ ફળિયા એપ્રોચ રોડ, 6હરિપુરા ઢોલકા રોડ, 7.કણઝા બેડકુવા રોડ, 8.ઉંચામાળા લિમરડા રોડ, 9. પાટી કાકડાબડીયા રોડ, 10. પંચોલ પલાસિયા રોડ, સહિતનાં

અન્ય સમાચારો પણ છે...