તાપી જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે ડીડીઓ ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને સરપંચો તથા તલાટીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં તાપી જિલ્લાના 18 બારમાસી તળાવોમાં મત્સ્ય ઉછેર પ્રવૃતિનું આયોજન અંગે તમામ સરપંચોઓ તથા તલાટીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત હસ્તક સિંચાઇ વિભાગના માર્ગદર્શન હેઠળ અને મત્સ્ય વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી બરમાસી તળાવોમં મત્સ્ય ઉત્પાદનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ગ્રામ પંચાયત, મત્સ્ય વિભાગ અને સખી મંડળ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ સખીમંડળને રોજગારી મળશે તથા ગ્રામપંચાયતની આવકનો સ્ત્રોત ઉભો હશે જેના થકી એકંદરે ગામનો વિકાસ થશે.
આ તળાવોને સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉંડા કરવામાં આવશે. ડોલવણ તાલુકાનું ઘાણી-02, પાલાવાડી(જુનું), વ્યારા તાલુકાનું ચાંપાવાડી, કોહલી, કેળકુઇ, વાલોડ તાલુકાનું બેડકુવા, દેગામા, સીકેર, સોનગઢ તાલુકાનું માળ નવું(માળ-2), મંગલદેવ ખાંચ ફ.(જુનું), મંગલદેવ ખાંચ ફ.(નવું), મંગલદેવ મૌલી ફ., પહાડદા, સિનોદ, ઉચ્છલ તાલુકાનું ગવાણ, કરોડ, કટાસવાણ અને રણાઇચી ગામના તળાવનો સમાવેશ થાય છે.
રાજ્યસરકાર દ્વારા ગુડ ગવર્નન્સ અંતર્ગત 100 દિવસની કામગીરીનું એક્શન પ્લાન તમામ જિલ્લાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લા પંચાયત દ્વારા વિકાસના કામો છેવાડાનાં માનવી સુધી પહોંચે તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન, સુપરવિઝન અને નિયંત્રણ હેઠળ વિવિધ કામો હાથ ધરવામાં આવેલ છે. જેમાં તાપી જિ. પંચાયત હસ્તકની વિવિધ યોજના જેમકે, 15 માં નાણાપંચ, વિકેન્દ્ર જિલ્લા આયોજન, એટીવીટી, વિવેકાધીન પ્રોત્સાહક જોગવાઈઓ, વિકાસ તાલુકા, ધારાસભ્ય હસ્તક ફંડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, ડીએમએફ અંતર્ગતના કામોને 100 દિવસના એક્શન પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.