વ્યારાના વિકાસના નકશામાં મંજૂર 40 ફૂટના ડીપી રોડ પર કેબીન અને અન્ય દબાણ હટાવી બીએસએનએલ ઓફિસથી વેગી ફળિયા સુધી રોડ સાઈડ ઉપર ઉભા થયેલા ગેરકાયદે દબાણ હટાવી વ્યારાના રોડ ખુલ્લો કરવા કલેકટરને લેખિતમાં રજૂઆત કરાઈ હતી. કલેક્ટરનાં આદેશ પછી દબાણ દૂર કરવા પાલિકાની વ્હાલાદવલાની નીતિને લઈ ફરી અવરનવર કલેક્ટરને ફરીયાદ થઈ હતી. જે પ્રકરણ આજે આબલિયા નજીક વ્યારા સીટી સર્વેયર અને પાલિકા પ્રમુખ અને ટીપીના ચેરમને અને સ્ટાફ હાજર રહી રોડ અને રોડને લાગુ દબાણ માપણીની કામગીરી ચાલુ કરી હતી.
વ્યારાના રહીશ બ્રિજેશભાઈ કંસારાએ કલેકટરને 2018થી રજૂઆત કરી રહ્યા છે. જેમાં પાલિકાનાં વિકાસ નકશામાં મંજૂર 40 ફૂટના ડીપી રોડમાં ગેરકાયદે કેબીનો તથા અન્ય દબાણો હટાવી બી.એસ.એન.એલ ઓફિસથી વેગી ફળીયા તથા ઉનાઈ રોડથી વેગી ફળીયા સુધી રોડ સાઈડ પર ઉભા થયેલા કેબીનો દૂર કરી અન્ય દબાણ હટાવા ઝુબેશ કરી રોડ ખુલ્લા કરવા સ્થાનિકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે પણ પાલિકાને દબાણ દૂર કરવામાં રસ નથી.
16.03.21નાં રોજ આ દબાણ હટાવવા માટે અરજી થઈ હતી. તેને લઈ કલેકટર કચેરીએથી 09.06.21 નાં રોજ ચીફ ઓફીસરને કયદેસરનાં પગલા ભરવા નોટિસ મોકલી હતી. વિકાસ નકશામાં મંજૂર 40 ફુટના ડીપી રોડમાં ગેરકાયદે કેબીનો તથા અન્ય દબાણો હટાવવાની ઝુંબેશ ચીફ ઓફિસરે પુરી કરી નથી. અગાઉ વ્યારા પાલિકા દ્વારા રોડ પર દબાણમાં આવતી કેબીનો હટાવવા માટે 7 અને 5 દિવસની નોટીસ અને આખરી નોટીસ 3 દિવસની આપી હતી.
2 મેના રોજ ફરી દબાણ દૂર કરવા કલેકટરને રજૂઆત થઈ છે. જે પ્રકરણમાં આજે સ્થળ પર પાલિકા પ્રમુખ સેજલબેન રાણા, ટીપી ચેરમેન પરેશ મીઠાવાળા અને સિટી સર્વેયરની ટીમ હાજર રહી હતી અને દબાણ અંગેની માપણીની કામગીરી શરૂ કરી હતી. બે દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ તંત્ર શુ કામગીરી કરે એના પર સૌની મીટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.