જળબંબાકાર:તાપી જિલ્લાના સાતેય તાલુકામાં મેઘરાજાની મહેર

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 24 કલાકમાં ડોલવણમાં 166, વ્યારામાં 155, વાલોડમાં 145 અને નિઝર124 મીલીમીટર વરસાદ ખાબક્યો

તાપી જિલ્લાના સાત તાલુકામાં આજરોજ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ બતાવી દેતા જિલ્લાને જળબંબાકાર કરી દીધા હતા તાપી જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ વરસાદ એ પોતાનું સ્વરૂપ બતાવવાનું ચાલુ કરી દેતા શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીનો છેલ્લા 24 કલાકનો વરસાદ: ડોલવણ-166 મીમી, વ્યારા-155મીમી, વાલોડ-145મીમી, નિઝર-124 મીમી, સોનગઢ-57મીમી, કુકરમુંડા-40મીમી , ઉચ્છલ-28મીમી વરસાદ નોંધાયો હતો.વ્યારા નગર માં વિવિધ નીચાણ વારા વિસ્તારો માં પાણી ભરાયા હતા.

જૂન માસમાં ઓછા વરસાદ બાદ જુલાઈ માસની શરૂઆતથી જ તાપી જિલ્લામાં મેઘરાજાના ધામો નાખી દીધો છે. રોજેરોજ હળવા ભારે વરસાદના કારણે જિલ્લામાં વરસાદ જામી ગયું હતું. શુક્રવારના રોજ તાપી જિલ્લામાં મેઘરાજાએ પોતાનો રોદ્ર. સ્વરૂપ બતાવી દેતા 12 થી 4 દરમિયાન વ્યારા માં ,નિઝર , ડોલવણ ,અને વાલોડ માં આગમન કરતા ચાર ઇંચ થી વધુ વરસાદ વરસાવી દેતા વ્યારા નગર સહિત અન્ય તાલુકાના રસ્તા, ખેતરોમાં પાણી-પાણી થઈ ગયા છે.

વ્યારા નગર ના કે.બી.પટેલ સ્કૂલ ની બહાર મુખ્ય રસ્તા પર નગર પાલિકા ના લાઇન માં પાણી નો ભરાવો થયો શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વ્યારા નગરના મીની મોલ નજીક પાણી ભરાઈ જતા ગાડી ચલાવવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. હાઈવે પર તુલસી અર્બન હોટલની સામે મુખ્ય માર્ગ પર પાણીનો ભરાવો થઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જયારે વ્યારા ના રેલવે બ્રિજ પાસે પાણીનો ભરાવો થતાં વાહનચાલકો ને હાલાકી પાડી હતી.

કેળકૂઇનું નાળું ગરક થતાં વિદ્યાર્થીઓ પર જોખમ
વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે ભારે વરસાદને કારણે નદીનાાળાઓ છલકાઈ ગયા હતા.જેના પગલે વ્યારા તાલુકા ના કેળકુઈ ખાતે આવેલ શાળા નજીક આવેલા એક નાળું ઉપર પાણી ભરાઈ જતા જેને લઈને આ માર્ગનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હતી.વિદ્યાર્થીઓને વાલીઓ પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લઈ જતાં દૃશ્યો નિહાળવા મળ્યા હતા. અહીં કેળકુઈ ખાતે આવેલા નદી ફળિયાથી પારસી ફળિયા તરફ જતાં નાળા ઉપર થઈને જ લોકોને પસાર થવું પડે છે. નાળું ખૂબ જ નીચું હોવાથી ભારે વરસાદ સમયે નાળા ઉપરથી પાણી વહેતું હોય ત્યારે વિદ્યાર્થીઓ અને ગામના લોકોએ જીવના જોખમે અહીંથી ઘણીવાર પસાર થવા પડતા મુશ્કેલી વધી જાય છે.

પંચોલ ગામે ઓલણ નદીનો પુલ ઓવરફલો થતાં અવરજવર બંધ
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પંચોલ ગામે ઓલણ નદી પર આવેલો પુલ ઓવરફલો થતા વાહન વ્યવહાર ખોવાયો હતો. ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે આજે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું પંચોલ ગામે આવેલો નદીનો પુલ ભારે વરસાદની પગલે થોડા લોકોએ ભરે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.છેલ્લાં ચોવીસ કલાક થી અનાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ ગયો છે. જેને પગલે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...