લઠ્ઠાકાંડનો પડઘો:રાણી આંબા જુથમાં સમાવિષ્ટ 7 ગામમાં દારૂબંધીનો ઠરાવ

વ્યારા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાણીઆંબામાં દારૂબંધ માટે ઠરાવ કરાયો. - Divya Bhaskar
રાણીઆંબામાં દારૂબંધ માટે ઠરાવ કરાયો.
  • બોટાદ અને અમદાવાદની ઘટના બાદ તાપી જિલ્લામાં દારૂના પીઠાનો વિરોધ

તાપી જિલ્લામાં દારૂબંધી બાબતે ગ્રામ પંચાયતો પણ સક્રિય થઈ રહી છે. દારૂની વ્યસનના કારણે યુવા વર્ગ મુશ્કેલીમાં રહ્યા છે.વ્યારા તાલુકાના જૂથ ગ્રામ પંચાયત રાણીઆંબા આજે સરપંચ લીલાબેન ની અધ્યક્ષતામાં ખાસ ગ્રામ સભા રાખવામાં આવી હતી જેમાં રાણી અંબર જૂથ ગ્રામ પંચાયતમાં આવતા સાત ગામોમાં દારૂ બંધ કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં દારૂ પીતા પકડાઈ જનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી માટેનો કામગીરી નો ઠરાવ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં બોટાદ અને અમદાવાદ જિલ્લામાં લઠ્ઠા કાંડ અને પગલે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે. દારૂનો દુષણ સમાજમાં વ્યાપક નુકસાન કરી રહ્યું છે. આવા સમયે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાણીઆંબાજૂથ ગ્રામ પંચાયત દ્વારા સાત ગામોમાં દારૂબંધી માટેનો ઠરાવ કરી ખૂબ સરહનીય પગલું ભર્યું છે.

વ્યારા તાલુકાના રાણી આંબાજૂથ ગ્રામ પંચાયતમાં આજરોજ કોમ્યુનિટી હોલમાં ગ્રામ પંચાયતના સરપંચ લીલાબેન ગામીતના નેજા હેઠળ ખાસ ગ્રામસભા યોજાઈ હતી જેમાં સંમતિથી રાણીઆંબા ગ્રામ પંચાયતમાં આવતા સાત ગામોમાં દારૂ બંધ કરવા બાબત એ ઠરાવ કરાયો હતો તેની સાથે જ રાણીઆંબા જુથ માં આવતા ચીચબરડી, વડપાડા, નાના સાતસિલા , છેવડી, બિલબરા ,ઢોંગીઆંબા આ તમામ ગામોમાં આજ થી સદંતર દેશી રાસાયણિક દારૂની ભઠ્ઠીઓ તેમજ રાસાયણિક પદાર્થો જેવા કે ગોળ ખાતર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. જો આ પછી આ સાત ગ્રામ પંચાયતની હદમાં દેશી દારૂ બનાવતા કે દારૂ પિતા પકડાઇ તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ નોંધ કરવામાં આવી હતી.

ખાસ સભા બોલાવીને ઠરાવ કરાયો
બુધવારે ખાસ સામાન્ય સભા બોલાવી રાણીઆંબા જૂથ પંચાયતમાં આવતા સાત ગામોની અંદર દારૂ બંધ કરવા માટેનો ઠરાવ કરી દેવાયો છે.દારૂના વેચાણ કરનારાઓ સામે પગલાં ભરવામાં આવશે. > લીલાબેન ગામીત, સરપંચ રાણીઆંબા જૂથ, ગ્રામ પંચાયત

દારૂને લીધે વર્ષમાં 10થી 12ના મોત
વ્યારાના રાણી આંબાજૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં એક વર્ષ દરમિયાન દારૂના સેવનના કારણે 10 થી 12 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. પરિસ્થિતી વધુ ન વકરે એ માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી દારૂબંધીનો નિર્ણય કરાયો છે. > નિલેશભાઈ ગામીત, વ્યારા તાલુકા પંચાયત, સભ્ય

અન્ય સમાચારો પણ છે...