માંડવી તાલુકામાં તાપી નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રેતી ખનન કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં કેટલીક જગ્યાએ ભૂસ્તર વિભાગની ટીમે રેડ કરી હતી. ત્યારબાદ શનિવારના રોજ ભૂસ્તરની ટીમે અંત્રોલી ગામે ગેરકાયદે માટી ખનન કરતાં હોવાનું બહાર આવતાં રેડ કરતાં 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
માંડવી તાલુકામાં મોટા પાયે ખનિજની ચોરી થતી હોવાની જાણ થતાં ભૂસ્તર વિભાગની ટીમે અવાર નવાર તાપી નદી રેડ કરી છે. શનિવારના રોજ માંડવી તાલુકાના અંત્રોલી ગામે મોટા પાયે મોહરમનું ગેરકાયદે ખનન કરવામાં આવતું હોવાની જાણ ભૂસ્તર વિભાગને થઈ હતી.
જે અંગે ભૂસ્તર વિભાગ દ્વારા રેડ પાડવામાં આવતાં ઘટના સ્થળ પરથી એક જેસીબી (GJ-19AH-9950) અને ટ્રક (GJ-19Y-1306)ને ઝડપી પાડી 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ કરતાં કિરણભાઈ ડાહ્યાભાઈ ચૌધરી દ્વારા ગેરકાયદે પ્રવૃત્તી ચાલતી હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલ મુદ્દામાલ કસલ કમ્પાઉન્ડમાં મુક્યો હોવાનું જાણવા મળેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.