ચૂંટણી:તાપીમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પ્રોત્સાહિત કરવા કૌન બનેગા વિજેતા ક્વિઝ

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લામાં શૂન્ય ભૂલથી કામ થાય અને ઉદાહરણ પુરુ પાડવા ટીમ સજ્જ

તાપી જિલ્લામાં 171 વ્યારા અને 172 નિઝર વિધાન સભા બેઠક પર ચૂંટણી ફરજ પરના કર્મચારી, અધિકારીઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાર્ગવી દવે અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની ઉપસ્થિતીમા ક્લેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચૂંટણીલક્ષી સવાલો આધારીત કૌન બનેગા વિજેતા ક્વિઝ સ્પર્ધા યોજાઇ હતી.

તમામ પ્રતિસ્પર્ધીઓને તથા તાપી જિલ્લામાં 171 વ્યારા અને 172 નિઝર વિધાન સભા બેઠક પર ચૂંટણી ફરજ પરના કર્મચારી અધિકારીઓને પ્રોત્સાહિત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાર્ગવી દવે જણાવ્યું હતુ કે, તમામે પોતાની ફરજ નિષ્ડાપુર્વક નિભાવવાની છે અને તાપી જિલ્લામાં શુન્ય ભુલથી કામ થાય તથા આપણા ભારત અને રાજ્યના ચૂંટ્ણી કમિશ્નર આમ બંનેને સારામાં સારું ઉદાહરણ પુરું પાડવા ટીમ તાપી પ્રયત્નશીલ અને સુસજ્જ છે તેમ જણાવ્યું હતું.

બે વિધાનસભામાં 10 સ્પર્ધકોની પસંદગી
કૌન બનેગા વિજેતા ક્વિઝ સ્પર્ધા ખાસ 171 વ્યારા અને 172 નિઝર વિધાનસભા બેઠક પર ચૂંટણી ફરજ પરતા કર્મચારી/અધિકારીઓને પ્રોત્સાહિત કરવા માટે યોજવામાં આવી હતી. આ ક્વિઝમાં દરેક સ્પર્ધકને 10 સવાલો આપવામાં આવ્યા હતા. દરેક સવાલના 10 માર્ક્સ મહત્તમ 1 મિનિટમાં જવાબ અને 4 વિકલ્પો રાખવામાં આવ્યા હતા.

કુલ 100 ગુણની આ ક્વિઝ હતી, જેમાં બંને વિધાનસભાના મથકમાથી પાંચ-પાંચ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. આમ કુલ 10 સ્પધકોએ ક્વિઝ્માં ભાગ લીધો હતો. જેમાં વ્યારા બેઠકમાથી ટોપ થ્રીમાં મિત્તલ પટેલ જેમણે માત્ર 56 સેક્ન્ડમાં 10 સવાલોના જવાબ આપી 100 ગુણ મેળવી પ્રથમ ક્રમે રહ્યા હતા.

જ્યારે બીજા ક્રમે રશિક ધનાણી 72 સેકન્ડમાં 10 સવાલોના જવાબ આપી 100 ગુણ હતા.જીજ્ઞાશા પટેલ 84 સેકન્ડમાં 10 સવાલોના જવાબ આપી 100 મેળવી ત્રીજા ક્રમે રહયા હતા. જ્યારે 172 નિઝર વિધાન સભા બેઠકમાથી ગૌરવ પ્રકાશ ગોહિલ 42 સેકન્ડમાં 90 ગુણ મેળવી પ્રથમ ક્રમે રહ્યા હતા.

કલ્પના પટેલ 90 માર્ક્સ 93 સેકન્ડમાં મેળવી બિજા ક્રમે રહ્યા હતા.​​​​​​ જ્યારે શૈલેષ વારલેકર 60 ગુણ મેળવી ત્રીજો ક્રમ મેળવ્યો હતો.તમામ વિજેતાઓને તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાર્ગવી દવેના હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરી બિરદાવવામાં હતા.

અન્ય સમાચારો પણ છે...