AAPનો ખેસ ધારણ કર્યો:સોનગઢ APMCના ચેરમેન અરવિંદ કેજરીવાલના હાથે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા

તાપી (વ્યારા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસે-દિવસે ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહી છે. દરેક સમાજના અને ધર્મના લોકોની સાથે સાથે દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. અને એ જ કારણે આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં આજે સૌથી મજબૂત પાર્ટી બનીને ઊભરી રહી છે અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં સોનગઢ માર્કેટ યાર્ડ APMCના ચેરમેન સામેલ થયા છે.

સોનગઢ માર્કેટ યાર્ડના ચેરમેન આમ આદમી પાર્ટીમાં જોડાયા
તાજેતરમાં સુરતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 300 યુનિટ મફત વીજળીની પ્રથમ ગેરંટી આપીને સમગ્ર ગુજરાતને નવી ભેટ આપી છે. તે જ સમયે સોનગઢ માર્કેટ યાર્ડ APMCના ચેરમેન અને તાપી જિલ્લાના સહકારી આગેવાન અરવિંદભાઈ ગામીત અરવિંદ કેજરીવાલના હાથે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અરવિંદભાઈ ગામીત 18 વર્ષથી સુરત ડિસ્ટ્રીક કો-ઓપરેટિવ દૂધ ઉત્પાદક યુનિયન (સુમુલ ડેરી)ના ડિરેક્ટર રહી ચૂકયા છે. અને સાથે સાથે દૂધ ઉત્પાદક અને ખેતી સાથે જોડાયેલ સહકારી સંસ્થાઓમાં વર્ષોથી પોતાનું યોગદાન આપી રહ્યા છે. અરવિંદભાઈના રાજનૈતિક જીવનની વાત કરીએ તો તેઓ કોંગ્રેસ પાર્ટીમાં ઘણા વર્ષોથી સક્રિય રહ્યા હતા અને સુરત જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. અને તે દરમિયાન હેલ્થ કમિટીના અને રોડ અને બિલ્ડીંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

કેજરીવાલની નીતિઓથી સમગ્ર દેશના બીજા રાજ્યોને પ્રેરણા લેવાની જરૂરઃ અરવિંદભાઈ ગામીત
​​​​​​​
ઉલ્લેખનીય છે કે, અરવિંદભાઈ ગામીતની દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,અરવિંદ કેજરીવાલના કામોથી અને તેમની ઈમાનદાર નીતિઓથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં સામેલ થયો છું. મારું માનવું છે કે દિલ્હીમાં જે પ્રમાણે જનકલ્યાણના કામો થયા છે, તેવા કામો ગુજરાતમાં પણ થવા જોઈએ. દિલ્હીમાં જે રીતે શિક્ષા અને સ્વાસ્થ્યની સુવિધાઓમાં ઉત્તમ કામગીરી કરવામાં આવી છે તે આખા દેશ માટે એક ઉદાહરણ છે. આજે અરવિંદ કેજરીવાલની નીતિઓથી સમગ્ર દેશના બીજા રાજ્યોને પ્રેરણા લેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...