વિસર્જન:તાપી જિલ્લામાં 43 સ્થળ પર 564થી વધુ પ્રતિમાનું વિસર્જન

વ્યારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રોન અને કેમેરા દ્વારા રહેશે વિસર્જન યાત્રા પર ચાંપતી નજર

તાપી જિલ્લામાં ગણેશ વિસર્જનને લઇને જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.તાપી જિલ્લા સહિત વ્યારા નગર અને તાલુકા માં 564થી વધુ ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ તંત્રએ પણ કોમી એકલાસભર્યા વાતાવરણ વચ્ચે કોઇ પણ પ્રકારના અનિચ્છનિય બનાવ ન બને તે રીતે વિસર્જન થાય તે માટેના પ્રયાસ હાથ ધર્યાં છે.

તાપી માં કુલ 43 પોઇન્ટ સહિત વ્યારા નગરના કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થાય તે સ્થળો એ નગર પાલિકા દ્વારા વિવિધ સુવિધા સાથે સજ્જ થઈ છે.વિસર્જનના ટાણે કોઇ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને અને ગણેશ વિસર્જનનો પર્વ ઉજવાય તે માટે પોલીસે બંદોબસ્ત ખડકી દેવાની કવાયત હાથ ધરી છે. ગણેશ વિસર્જન માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત મૂકી દેવાયો છે બીજી તરફ પણ વિસર્જનના રૂટ ને લઈ તમામ આયોજન કરી દેવાયા છે.

તાપી જિલ્લામાં આટલો સ્ટાફ રહેશે તૈનાત
તાપી જિલ્લા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લાના 07 તાલુકા માટે 03ડિવાયએસપી, 08 ઇન્સ્પેક્ટર, 10પોસઇ, તેમજ 245 હેડ કોન્સ્ટેબલ - કોન્સ્ટેબલ, 205 હોમગાર્ડ, ગ્રામ રક્ષકદળ 349 તેમજ ટીઆરબી જવાનો 61 સહિત કુલ થી 865 વધુ પોલીસ જવાનોનો ચુસ્ત મૂકી દેવાયો છે બીજી તરફ તાપી પોલીસ દ્વારા એક ડ્રોન કેમેરો અને 18 વિડીયો કેમેરા વિસર્જનનું વિડીયોગ્રાફી પણ કરશે.

વ્યારામાં નાની મૂર્તિનું વિસર્જન નગરમાં જ જ્યારે મોટી મૂર્તિનું વિસર્જન 8 કિમી દુર ટીચકીયામાં થશે
વ્યારા પાલિકાએ વિસર્જનના બે ઓવારા નાની મૂર્તિ માટે ખટારી ફળીયા ખાતે કુત્રિમ તળાવમાં અને મોટી મૂર્તિ વ્યારાથી 8 કિમી દૂર ટીચકીયા ગામે ડોલરા નદી પાસે વિસર્જન સ્થળે લાઈટ, તરવૈયા અને ક્રેન સહીત વિવિધ સગવડ કરાઇ છે .જિલ્લામાં વ્યારામાં આઠ, સોનગઢમાં બે, ડોલવણમાં બાર, વાલોડમાં પાંચ, ઉકાઈમાં એક, કાંકરાપારમાં સાત, ઉચ્છલમાં બે અને નિઝરમાં છ સ્થળોએ મળી કુલ 43 જેટલા પોઇન્ટ ઉપર વિસર્જન કરાશે.

અન્ય સમાચારો પણ છે...