તાપીના વાલોડમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો છાપો:ઈંગ્લીશ દારૂથી ભરેલી ઈનોવા ગાડી ઝડપી પાડી, 5 આરોપીઓ વોન્ટેડ

તાપી (વ્યારા)3 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરના સ્ટાફના માણસોએ વાલોડમાં દરોડામાં પાડી બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નિરામય રેસીડેન્સી પાસેથી ઇંગ્લીશદારૂના જથ્થા સાથે એક ઈનોવા ગાડીને ઝડપી પાડી કુલ રૂપિયા ૭.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જોકે આરોપીઓ સ્ટેટ મોનીટરીંગસેલના માણસોને ચકમો આપી નાશી છુટ્યા હતા.

આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ એ.ડી.ચાવડા અને સ્ટાફના માણસો આજરોજ વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર વોચમાં હતા.

તે દરમિયાન બાજીપુરા ગામની નિરામય રેસીડેન્સી પાસે એક ઈનોવા ગાડી નંબર જીજે/૦૫/જેએચ/૫૨૭૬નો ફિલ્મી ઢભે પીછો કરી ગાડીને ઝડપી પાડી હતી,જોકે સ્ટેટ મોનીટરીંગ સેલના માણસો ગાડી પકડે તે પહેલા ઇનોવાનો ચાલક અને તેની સાથેના આરોપીઓ નાશી છુટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...