ફરિયાદ:ઝંખવાવમાં યુવક યુવતીના પ્રેમ લગ્ન મુદ્દે બે પરિવારો બાખડ્યા

વાંકલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારામારીમાં ગામના ઉપસંરપંચનું માથું ફૂટ્યું, મહિલાઓને પણ ઇજા

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મુલતાની સમાજમાં છોકરા છોકરીના પ્રેમ લગ્ન મુદ્દે બંને પરિવારો વચ્ચે સર્જાયેલા ધીંગાણામાં ઉપસરપંચનું માથું ફૂટ્યું હતું જ્યારે સામે પક્ષે બે મહિલાઓને હુમલો કરી માર મરાતા ઇજાગ્રસ્ત થઈ છે મારામારી અને હુમલાની ઘટના સંદર્ભ બંને પરિવારોએ સામસામે પોલીસ ફરિયાદ આપતા ગુનો નોંધાયો છે.

ઝંખવાવ ગામના ઉપસરપંચ ગફુરભાઈ બક્ષુભાઈ મુલતાનીની પૌત્રી અને આજ ફળિયામાં રહેતા તેમના જ સમાજના એક યુવક સાથે પ્રેમ સંબંધ થતાં બંને ઘર છોડી ભાગી ગયા હતા. અને હાલ નવસારીના ચીખલી ખાતે રહે છે, જેથી બંને પરિવારો વચ્ચે મન દુઃખ હોવાથી નાના મોટા ઝઘડા છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યા હતા. ગતરોજ આ મુદ્દે બંને પરિવારો સામ સામે આવી જતા ધીંગાણું સર્જાયું હતું. તાહેરાબેન ગનીભાઈ પીરુભાઈ મુલતાનીએ ઉપસરપંચ ગફુરભાઈ બકસુભાઈ મુલતાની સહિત 8 જેટલા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જેમાં નવસારીના ચીખલી ખાતે રહેતા બંને યુવક યુવતીને મળવા કેમ જાઓ છો તેવુ કહી તાહિર જહીર મુલતાની અને નઇમ હનીફ મુલતાનીએ તાહેરાબેન સાથે ઝઘડો કર્યો હતો. આ સમયે તેઓનું ઉપરાણું લઈને ગફુરભાઈ મુલતાનીએ દોડી આવી તેમના હાથમાં રહેલ હથિયાર કોઇતો તાહેરાબેનને માથામાં મારી દેતા મહિલાના માથા માંથી લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તેને બચાવવા માટે તેમની બેન સઇદા વચ્ચે પડતા તાહીર અને નઇમે લાકડીના સપાટા માર્યા હતા, સાથે ભેગા થયેલા આ ગુના સંદર્ભમાં આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યારે સામે પક્ષે ઝાકીર જુમ્મા મુલતાની એ નોંધાવેલી ફરિયાદ મુજબ સામેના પક્ષનું ટોળું ધસી આવ્યું હતું અને પથ્થર મારી ગફુરભાઈ બક્ષુભાઈ મુલતાની નું માથું ફોડી નાખ્યું હતું.

જેથી તેઓ જમીન પર પડી ગયા હતા ત્યારબાદ આ ઈસમોએ ગફુરભાઈના ઘરમાં ઘૂસી જઈ બારી બારણાના કાચ તોડી નાખ્યા અને ફર્નિચર સહિતના સામાનની તોડફોડ કરી નુકસાન કર્યું હતું. અન્ય લોકો મદદ દોડી આવતા ઈસમો ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા ગફુરભાઈ મુલતાનીને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેમના પરિવાર એ હુમલો કરનારા ઈસમો વિરુદ્ધ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બંને પક્ષની ફરિયાદ આધારે પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...