વ્યારા કાનપુરામાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ થયા ન હોવાની સાથે વિકાસના કામો થતા ન હોવાનું સ્થાનિકોએ જણાવી આજરોજ ચૂંટણી બહિષ્કારના બેનરો ઠેર ઠેર લગાવી રાજકીય પક્ષના આગેવાનોએ કુંભારવાડમાં મત માટે પ્રવેશ ન કરવાનો જણાવી દેતા નગરના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.વિવિધ ચૂંટણીઓ સમયે નેતાઓ દ્વારા સ્થાનિકોને વિકાસના કામો તેમજ તેમના નડતર પ્રશ્નો દૂર કરવાની આશ્વાસનો આપે છે પરંતુ સમયસર નિરાકરણ ન થતાં ચૂંટણી સમયે પ્રજાજનો પ્રશ્નોની યાદ રાખી વિરોધ પ્રદર્શન કરે છે. કુંભારવાડમાં વિવિધ પ્રશ્નો બાબતે સ્થાનિકો અને નગરના આગેવાનો સાથે અવર નવાર બેઠક થઈ છે.
જેમાં તેમના વિવિધ પ્રશ્નો દૂર કરવા બાબતે રજૂઆતો કરાય છે. પરંતુ કુંભારવાડમાં પડતર પ્રશ્નોના નિરાકરણ ન થતા જેને લઈને પ્રજાપતિ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ રહી છે. શનિવારના રોજ વહેલી સવારથી પ્રજાપતિ સમાજના આગેવાનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં કુંભારવાડ ખાતે ઉપસ્થિત થયા હતા અને ચૂંટણી બહિષ્કારના બેનર લગાડી દીધા હતા જેમાં જણાવ્યું હતું કે આજ દિન સુધી અમારા વિસ્તારમાં કોઈ વિકાસના કાર્યો થયા નથી તેમજ અમારા વિસ્તારના પડતર પ્રશ્નોના નિરાકરણ આવેલ નથી.
કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનોએ કુંભારવાડમાં મત માટે પ્રવેશ કરવો નહીંના બોર્ડ મારી દેતા વિધાનસભાની ચૂંટણી દરમિયાન વ્યારા કુંભારવાડના પડતર પ્રશ્નો તાકીદે નિરાકરણ માટે પક્ષો દ્વારા તૈયારીઓ હાથ ધરશે કે પછી સ્થાનિકોના પ્રશ્નો કાયમી બની રહેશે એ સમય જ બતાવશે.
ભવિષ્યની ચૂંટણીનો પણ બહિષ્કાર કરાશે
પ્રશ્નોના નિરાકરણ ન થાય તો તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે. કુંભારવાડના જાગૃત રહીશોએ જણાવ્યું હતું કે જો આ ચૂંટણીમાં અમારી માંગો ન સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર તો કરાશે જ ભવિષ્ય માં નગર પાલિકા,લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.