ચોરી:વ્યારામાં યુવક પાનના ગલ્લા પર માવો ખાવા ગયો ને બાઇકની ડિકીમાંથી 78 સેકન્ડમાં જ 1 લાખની ચોરી

વ્યારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈંટના ભઠ્ઠાના કામ કરતા મજૂરોને મજૂરી ચૂકવવા યુવકે બેંકમાંથી પૈસા ઉપાડ્યા હતા

વ્યારા તાલુકાના ડુંગર ગામે રહેતા એક યુવક ઇટના ભઠ્ઠાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. યુવક મજૂરીના પૈસા લેવા માટે વ્યારા ખાતે મોટરસાયકલ પર આવ્યો હતો. બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડી મોટર સાયકલની ડીકીમાં મૂક્યા હતા. મોટરસાયકલ પાર્ક કરી વ્યારા નગર ના ભરચક વિસ્તારમાં બહુચરાજી મંદિરના સામે પાન સેન્ટર પર માવા ખાવા ગયો દરમિયાન ચોર ઈસમે ડીકીમાંથી પૈસાની ચોરી કરી ભાગી ગયો હતો. સમગ્ર બનાવ પાન સેન્ટરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ચોર ઈસમે 78 સેકન્ડમાં ડીકીમાંથી એક લાખ રૂપિયા લઇ ભાગી ગયો હતો.

ડુંગર ગામની સીમમાં જગદીશભાઈ દેવજીભાઈ પ્રજાપતિ તેમના પરિવાર સાથે રહે છે અને તેમના ઘર નજીક ઈટ પાડવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમના ઇટના ભઠ્ઠા પર મજૂરોને મજૂરી આપવાની હોય મંગળવારે જગદીશભાઈ પ્રજાપતિ તેમની બાઇક gj 19 કે 98 66 લઈને વ્યારા આઇડીબીઆઇ બેંકમાં ગયા હતા. જ્યાં એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા, જે પૈસા તેમણે બાઇકની ડીકીમાં મૂક્યા હતા. જે બાદ ત્યાંથી તેમણે વ્યારા નગરના બહુચરાજી માતાના મંદિર પાસે આવેલા ચિરાગ પાન સેન્ટર પર પહોંચ્યા હતા.

મોટરસાયકલ પાર્ક કરી અને માવો લેવા માટે પાન સેન્ટરમાં ગયા એ દરમિયાન કોઇક અજાણ્યો એ બાઇક પાસે આવ્યો અને ડિકી માંથી પૈસા ભરેલી થેલી ચોરી કરી પલાયન થઈ ગયો હતો. બીજી તરફ જગદીશભાઈ મોટરસાયકલ પાસે આવીને જોતા ડીકી ખુલ્લી અને પૈસા ગાયબ થઈ જતા તાત્કાલિક જાણ કરી હતી અને સમગ્ર ઘટના ચિરાગ પાંચ સેન્ટરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતા વ્યારા પોલીસ અને એલસીબી ઘટના સ્થળે આવી ફૂટેજો મેળવી અજાણ્યા ચોરની શોધખોળ હાથ ધરી હતી.

બાઇક સાઇડમાં પાર્ક કરી માવો ખાવા ગયો
મારી મોટરસાયકલની ડીકીમાં પૈસા મુકેલા હતા અને મોટરસાયકલ સાઇડ પર પાર્ક કરી પાન સેન્ટરમાં માવો ખાવા ગયો હતો. એટલા સમયમાં અજાણ્યો વ્યક્તિએ ચોરી કરી ભાગી ગયો હતો. એક લાખ રૂપિયા ડીકીમાં મુકેલા હતા. જગદીશ પ્રજાપતિ, ભોગ બનનાર

અન્ય સમાચારો પણ છે...