દંડ:વ્યારામાં 16039 વાહનચાલકોને ઈ-મેમો, 2977નો 10 લાખનો દંડ બાકી

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13062 ચાલકોને ઇ મેમો ના 33,99,000 રૂપિયા દંડ ભરી દીધા

તાજેતરમાં ઈ મેમો નહીં બનનાર વાહન ચાલકો સામે કેસ કરવાની જાહેરાતના પગલે વાહન ચાલકો એ સજા ગુપ્તા દાખવી જરૂરી છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે વિવિધ કેમેરાઓ મૂકવામાં આવ્યા છે એ અંતર્ગત બે વર્ષમાં કેમેરાઓ થકી નિયમ માં 16039 જેટલા વાહન ચાલકોને ઈ મેમો આપવામાં આવ્યો છે જે પૈકી હાલ 13062 વાહન ચાલકો એ 33 લાખ થી વધુ દંડ ભરી દીધો છે. પરંતુ હજીય 2977 જેટલા વાહન ચાલકોના અંદાજિત 10.14.600 જેટલા દંડ ભરવા ના બાકી રહ્યા છે. તાપી પોલીસ દ્વારા સત્વરે દંડ ભરી જવા સૂચના અપાઇ છે.

તાપી જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા ખાતે ટ્રાફિક ના નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે ઇ મેમો મોકલવાની સિસ્ટમ બે વર્ષથી ચાલુ કરવામાં આવી છે. વ્યારા નગર સહિત અન્ય માર્ગ ઉપર મૂકવામાં આવેલા 200થી વધુ કેમેરાઓનું વ્યારાના કંટ્રોલરૂમમાં મોનીટરીંગ થાય છે. જ્યાં હાઈવે અને અન્ય માર્ગો પર નિયમ તોડતા વાહન ચાલકોને જે નિયમ તોડ્યો હોય તે બદલ ફોટોગ્રાફ સાથે માટે ઈ મેમાં વાહનોના એડ્રેસ પર મોકલવામાં આવે છે.

વર્ષ 2020 થી વ્યારા ના વિવિધ વિસ્તાર નિયમ તોડવા બદલ ઇ મેમો અપાઈ છે, જે અંતર્ગત આજ દિન સુધી કુલ 16039 ઈ મેમો વાહન ચાલકોને આપવામાં આવ્યા છે જે પૈકી આજ દિન સુધી 13062 ચાલકોને ઇ મેમો ના 33,99,000 રૂપિયા દંડ ભરી દીધા છે. પરંતુ હજી પણ 2977 વાહન ચાલકોના ઈ મેમાના 10,14, 600 રૂપિયા દંડ ભરવાના બાકી છે. જેને લઈને તાપી જિલ્લા પોલીસ દ્વારા ઈ મેમાના દંડ ભરે એ માટે તમામ કામગીરીઓ હાથ ધરી રહી છે.ઇ મેમોના બાકી ધારકોને મેસેજ,પોલીસ દ્વારા સરનામા પર નોટિસ જાણ કરાઈ તાકીદે નાણાં ભરવા જણાવાય રહ્યું છે.તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં માં ઈ મેમો નો દંડ નહીં બનનાર વાહન ચાલકો પર કેસ કરવા સુધી ની જાહેરાત પણ થઈ ચૂકી છે.

દંડ ભરી દેવા માટે પણ સૂચના અપાય છે
તાપી જિલ્લામાં ઈ મેમોના ચલણ મેળવનાર વ્યક્તિઓને પોલીસ દ્વારા વિવિધ રીતે જાણ કરી દંડ ભરી દેવા માટે પણ સૂચના અપાય છે. તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવે છે. જેમાં ઓનલાઇન એપ્લિકેશનમાં નંબર નાખી ઇ મેમો બાકી છે કે નહીં તેની ખરાઈ પણ કરાઈ રહી છે જે લોકોના ઈ મેમો દંડ ભરવાના બાકી છે તેમણે તાત્કાલિક દંડ ભરી દેવા માટે સૂચના આપવામાં આવી છે. > એ. કે.પટેલ , ડીવાયએસપી, તાપી

અન્ય સમાચારો પણ છે...