રોગચાળો વકરવાનો ભય:વ્યારાના દક્ષિણી ફળિયામાં પાણી ઓછા પ્રેશરથી તેમજ દૂષિત આવતા ભારે રોષ

વ્યારા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારાના વોર્ડ નં. 2માં આવી રહેલું દૂષિત પાણી. - Divya Bhaskar
વ્યારાના વોર્ડ નં. 2માં આવી રહેલું દૂષિત પાણી.
  • અનેક રજૂઆતો બાદ પણ વોર્ડ.નં.2નો પ્રશ્ન ઠેરનો ઠેર
  • દૂષિત પાણીને કારણે રોગચાળો વકરવાનો સ્થાનિકોમાં ભય

વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા દક્ષિણી ફળિયામાં છેલ્લા કેટલાય સમયથી ઓછા પ્રેશરથી અને દૂષિત પાણી આવતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. જે બાબતે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ આવતા સ્થાનિકો રહિશોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે.

હાલ સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ ને ઉજવણી કરી રહી છે જ્યારે બીજી બાજુ વ્યારા નગરના વોર્ડ નંબર 2 માં દક્ષિણી ફળિયામાં છેલ્લા કેટલા સમયથી સ્થાનિકો પીવાના પાણી બાબતે ઓછા પ્રેશર અને દૂષિત આવવાના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દક્ષિણી ફળિયાના રહીશો દ્વારા વ્યારા નગરપાલિકામાં એક મહિના અગાઉ આ સમસ્યા બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી, છતાં યોગ્ય નિરાકરણ ન આવતા આ વિસ્તારની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

આ વિસ્તારની ગૃહિણીઓએ પીવાના પાણી માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય ન બગડે એ માટે આ વિસ્તારમાં પૈસા ખર્ચને પીવાના પાણી સગવડ કરી લેવી પડી રહી છે. ત્યારે આર્થિક નુકસાન પણ વધી રહ્યું છે. બીજી તરફ ઓછા પ્રેશર ના કારણે પાણી ન આવતા ગૃહિણીઓને અન્ય કામકાજ માટે પાણી ના અછત ને લીધે મુશ્કેલીઓ પડી રહી છે.

સ્થાનિકો દ્વારા દૂષિત પાણીને બાબતે વ્યારા નગરપાલિકામાં લેખિત ફરિયાદ કરી હતી. તેમ છતા ઓછા પ્રેશર અને દૂષિત પાણી બાબતેની સમસ્યાનું નિરાકરણ ન આવતા હાલાકીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના સભ્યો દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક મુલાકાત લઈ અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરે એવી માંગ ઉઠી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી સમસ્યા વકરી
વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં છેલ્લા કેટલાક સમયથી ઓછા પ્રેશરથી પાણી આવે છે અને હાલ દૂષિત પાણી આવી રહેતા આ વિસ્તારમાં મુશ્કેલી ઊભી થઈ છે નગરપાલિકા દ્વારા આ અંગે યોગ્ય નિરાકરણ કરે એ જરૂરી બન્યું છે.હરનિશભાઈ દેસાઈ. સ્થાનિક રહીશ

સમસ્યા ઉકેલવા ફરીથી ચેકિંગ કરાશે
વ્યારા નગરપાલિકામાં અગાઉ રજૂઆતમાં આધારે આ વિસ્તારમાં વિવિધ જગ્યાએ ચકાસણી કરી છે.પરંતુ હાલ ઓછા પ્રેશર અને દૂષિત પાણી બાબતે ફરી ચેક કરવામાં આવશે. > સંજય પંચાલ, વોટરવર્કસ સુપરવાઇઝર

અન્ય સમાચારો પણ છે...