અકસ્માત:પનિહારીમાં બાઇક સ્લીપ થતાં ઘવાયેલા તરૂણનું મોત

વ્યારા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્યારા તાલુકાના પનિહારી ગામમાં નીચેના ફળિયામાં આવેલા મેદાન પાસે એક 16 વર્ષીય બાળક દ્વારા બાઇક ચલાવતી વખતે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતા મોટરસાયકલ પડી ગઈ હતી. યુવકને શરીરમાં વિવિધ ભાગે ઈજા થતાં તેમને પ્રાથમિક સારવાર બાદ સુરત ખાતે ખસેડાયા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મરણ નીપજ્યું હતુ. વ્યારા તાલુકાના પનિહારી ગામમાં ભરતભાઈ કીકાભાઈ ગામીત તેમના પરિવાર સાથે રહે છે અને ખેતી કામ કરી જીવન ગુજારે છે.

ગત 23. 5 .2022 ના રોજ તેમનો પુત્ર ક્રિષ્ના ગામીત ઉંમર 16 દ્વારા મોટરસાયકલ નંબર gj 26 એબી 1316 લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પનિહારી ગામના નીચલા ફળિયામાં આવેલા મેદાન પાસે મોટરસાયકલ હંકારી રહ્યો હતો.

તે દરમિયાન મોટરસાયકલના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ક્રિષ્ના રોડ પર પટકાયો હતો. તેને માથાના ભાગે તેમજ પેટના ડાબી બાજુએ ગંભીર ઈજા થતા તેને પ્રાથમિક સારવાર વ્યારા ખાતે કરાઈ હતી. જ્યાંથી તેને વધુ સારવાર માટે સુરત સિવિલમાં રિફર કરાયો હતો, જ્યાં થોડા દિવસ ની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે 31. 7.2022 ના રોજ વ્યારા પોલીસ મથકે ઝિરો નંબરથી ફરિયાદ આવતા પોલીસે ફરિયાદ નોંધણી કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...