ડોલવણ તાલુકાની મહિલાઓને ધરેલુ હિંસા આધિનિયમ 2005 થી અવગત કરાવવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી-વ્યારા દ્વારા ઘરેલુ હિંસાથી રક્ષણ આપતો અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનાર મામલતદાર કચેરી, ડોલવણ ખાતે મહિલા અને બાળ અધિકારી એસ.આર.દેસાઈની દેખરેખ હેઠળ ડોલવણના સરપંચ ઉષાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
ભારત દેશનું બંધારણ સ્ત્રીને સ્વતંત્ર તેમજ શાંતિપૂર્ણ રીતે જીવવાનો હક આપે છે. આ હક્કોના રક્ષણ માટે વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આવો જ એક કાયદો ઘરેલુ હિંસા અટકાવવા માટે સરકારે વર્ષ 2006માં ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005ને લાગુ કર્યો છે.
ઘરેલુ હિંસા એટલે ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ ઘરની મહિલા પર શારીરિક હિંસા તથા માનસિક હિંસા, શાબ્દિક તથા ભાવનાત્મક હિંસા અને આર્થિક હિંસા છે.આ સેમીનારમાં કાયદા નિષ્ણાંત એડવોકેટ નિલેશભાઇ પટેલ દ્વારા ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ આપતા અધિનિયમ 2005 ની કાયદાકિય જોગવાઈઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.