તાપી જિલ્લાના વ્યારાની સેશન્સ કોર્ટ દ્વારા દ્વારા વિવિધ શ્લોકો ટાંકી ગૌવંશને કતલખાને લઈ જવાના 2 અલગ અલગ ગુનામાં 2 આરોપીને આજીવન કેદની સજા ફટકારતા ગોવંશની હેરાફેરી કરનારામાં ફફડાટ ફેલાયો છે.
તા. 09/05/2020 ના રોજ 23:10 કલાકે તૈયબા પાર્ક સોસાયટી ખાતે ટાટા એસ છોટા હાથી જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે બી 2581 ના ચાલક તારીક યુસુફ પટેલ રહે ગેસ કંપની પાસે વાલોડ ટેમ્પામાં બે ગાય તથા એક વાછરડું ભરી ઘાસચારો કે પાણીની સગવડ વિના લઈ જતા અને કોઈ પ્રાથમિક સારવારના મેડિકલ સાધનો કોઈ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટરિટી ઓફિસરના પ્રમાણપત્ર વિના ગોવંશ લાવ્યો હતો.
જે અંગેનો કેસ ચાલી જતા વ્યારા ના સેશન્સ કોર્ટના જજ કોર્ટ દ્વારા આરોપીઓને ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ 1954 ની સેક્શન 3(1), 5 ,6 અને 7 તથા ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન 2011 અને ગુજરાત એનિમલ પ્રીઝવેશન એમેન્ડમેન્ટ એક્ટ 2017 ની સેક્શન-6 ક)(1)અને 8( 4) તથા પશુ પ્રત્યે ઘાટકી પણ અટકાવવાના અધિનિયમ 1960 ની કલમ 11 ડી ઇ એફ એચ તથા મોટર વાહન નિયમો 1989 ના નિયમ 123 મુજબના ગુનાના કામે હેઠળ તારીક યુસુફભાઈને કોટે દોષિત ઠેરવ્યો અને વિવિધ કાયદા હેઠળ થયેલી આ મુખ્ય સજાની સાથે જ ભોગવવાની રહેશે.
આજ રીતે તાપી જિલ્લાના નિઝર ખાતે નવા અસારવા ગામના ત્રણ રસ્તા ઉપર તા. 18/07/2020 ના રોજ 5:30 કલાકે ટાટા કંપનીની ટ્રક MH 04 FP 6936 માં ગાયો તથા બળદો કુલ નંગ 16 ભરી ઘાસચારો પાણીની સગવડ કે પ્રાથમિક સારવાર કે મેડિકલ સાધનો વિના અને સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટેનરી ઓફિસના પ્રમાણપત્ર વિના ગુજરાતથી મહારાષ્ટ્રમાં આરોપી મોહમ્મદ આમીન આરીફ અંજુમ માલેગાંવ મહારાષ્ટ્રના આરોપીના કેસ ચાલી જતા વ્યારાના સેશન્સ કોર્ટના જજ
કોર્ટ દ્વારા આ 2 ખાસ ટિપ્પણી કરાઇ
ટીપ્પણી- 1 | ગૌ હત્યા બંધ થશે તે દિવસે બધી સ્મસ્યાનો નિકાલ થશે
તાપી જિલ્લા સેશન્સ કોર્ટ ગૌ હત્યા અને ધરતીની સમસ્યાઓને લઈને બે ચુકાદાઓમાં ખાસ ટિપ્પણી કરી જણાવ્યું કે ગાય માત્ર પ્રાણી નથી, પરંતુ તે માતા છે, 68 કરોડ તીર્થ તેમજ 33 કરોડ દેવતાઓનો હરતો ફરતો વિગ્રહ ગાય છે, સકળ બ્રહ્માંડ પર ગાયનો જે ઉપકાર છે. તેનું વર્ણન કરી શકાય તેમ નથી. જે દિવસે ગાયના લોહીનું એક ટીપું ધરતી પર નહીં પડે તે દિવસે તમામ સમસ્યાઓનો નિકાલ થઈ જશે. અને વિશ્વનું કલ્યાણ થઇ જશે, ગાયોના નાશ કરવા માટે તો યાંત્રિક કતલખાના બની ગયા છે, જેથી ગાય પર સૌથી વધુ સંકટ છે.
ટીપ્પણી -2 | વિ જ્ઞાન પણ ગાયની ઉપયોગીતા સાબિત કરી ચુક્યું છે
ગાયના છાણ માંથી બનેલા ઘરમાં પરમાણુ રેડીએશનની પણ અસર થતી નથી, તે વાત વિજ્ઞાનને સાબિત કરેલ છે, કોર્ટ દ્વારા કેટલાક શ્લોક અને ઉદાહરણ આપી જણાવ્યું કે કોઈ ગાય ને પીડા આપવામાં આવે કે દુઃખ પહોંચાડવામાં આવે તો તમારી ધન સંપત્તિ પર ખરાબ અસર પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.