ફરિયાદ:વ્યારામાં બાઇકની સાઈડ કાપવા મુદ્દે જુથ અથડામણ, 3 ઇજાગ્રસ્ત

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષો દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઇ

વ્યારા નગરમાં ગત ગુરુવારની રાત્રિએ મોટરસાયકલ પર કટ મારવા મુદ્દે બે જુથના યુવકો વચ્ચે ઝઘડો થયો હતો.ઝગડો મારા મારી પર પોહચતા બને પક્ષઓ માં ત્રણ યુવકો ઇજા થઇ હતી. જેમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ ઝઘડામાં ત્રણ યુવક ને ઈજા પહોંચતા સારવાર માટે વ્યારા હોસ્પિટલમાં ખસેડાયા હતા બંને પક્ષોની ફરિયાદના આધારે 07 જેટલા વ્યક્તિઓની અટક કરાઇ હતી. ઘટનાને પગલે સમગ્ર વ્યારા પોલીસે સઘન પેટ્રોલિંગ કર્યું હતું.

વ્યારા નગરમાં ગુરુવારે રાત્રે મોટરસાયકલ ના કટ મારવા પકરણ બાબતમાં બે પક્ષો વચ્ચે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પ્રથમ ફરિયાદમાં વિસ્મય જાદવે જણાવ્યા મુજબ વ્યારા નવી વસાહતમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજવતા વિસ્મય અજયભાઇ જાદવ ગત ગુરુવારે ના રાત્રે રોજ પોતાના મિત્ર વિજેંદ્રની બર્થડે હોય આશરે નવેક વાગેના સમયે પોતાના મિત્ર વિકી સાથે કેકનો ઓર્ડર આપવા જતાં હતા તે સમયે તેનાં મિત્ર જય દિનેશભાઇ મૈસુરીયા (રહે.મેઇન બજાર વ્યારા) પર ફરદિને બેટથી હુમલો કર્યો હતો.

જેથી વિસમય તથા જય મૈસુરીયા તથા સાગર રાણા નાઓની સાથે યુનિકોર્ન મોટર સાયકલ ઉપર ફરદીનનાં ઘર તરફ ગયેલાં અમે આશરે સાડા નવેક વાગે સ્ટેશન રોડ ઉપર મંડપ પાડેલ હોય ત્યાં જઇને પુછેલ કે ફરદીનનું ઘર ક્યાં છે ? તે વખતે ફરદીનનાં મોટા પપ્પા ત્યાં હાજર હોય તેઓએ કહેલ કે બોલો અમે ફરદીનનાં ઘરવાળાં છીએ. જેથી મેં તેઓ ને કહેલ કે ફરદીન મારાં મિત્ર જયને માર મારીને આવેલ છે.

તો કયા કારણથી મારેલ છે તે પૂછવા માટે અમે આવેલાં છીએ. ત્યારે ફરદીનનાં મોટાં પપ્પાં જોર જોરથી કહેવાં લાગેલ કે તમે અહીયા આવ્યાં જ કેમ તેવું બોલવાં લાગતાં તે ફળિયાના જાવેદ ઉર્ફે માયા, સાહિલ અંસારી, ઇમ્તીયાઝ સહિત અન્ય 10 થી 15 લોકો ભેગા થઇ ગયા હતા. બોલાચાલી વધી જતાં ફરદીનના મોટા પપ્પાનાએ લાકડા વડે વિસ્મયના માથામાં હુમલો કરતા તે લોહી લુહાણ થઇ ગયો હતો. આ સમય ઘરમાંથી બહાર દોડી આવી ફરદીને લાકડું સાક્ષીરને માથામાં મારી દીધું હતું. વિસ્મયને માથામાં પાંચ ટાંકા આવ્યા છે. સાક્ષિર ટેલરને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જે પકરણ માં વ્યારા પોલીસે 3 ઇસમોની અટક કરી હતી.

જ્યારે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરદીન ખાન ના જણાવ્યા મુજબ ગુરુવારની રાત્રિએ તેઓ મોટરસાયકલ પર બેસી સયાજી ગ્રાઉન્ડ તરફ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એક મોપેડ ઉપર કેક લઇને ત્રણ છોકરીઓ પસાર થતી હતી તેઓ નીચે પડી જતા બચી ગઇ હતી. ફરદીન આ છોકરીઓને ઓળખતો હોય જેમણે છોકરીઓ પાસે જે કંઈ નુકસાન થયું નથી તેમ પૂછવા ગયો હતો. જે બાબતની અદાવત રાખી જય મૈસુરીયાએ તેને પાનના ગલ્લા પાસે બોલાવ્યો હતો અને ત્યાં જય મૈસુરીયા અને અન્ય આરોપીઓએ અલગ અલગ મોટરસાયકલ ઉપર ફરદીન ના ઘર ઘર આગળ ને માર માર્યો હતો અને સાગર રાણા એ કપાળ પર પંચ મારી લોહી લુહાણ કરી કરી દેવાયો હતો જે ફરિયાદ નોંધાઇ હતી.

7 વ્યકિતઓની અટક કરવામાં આવી
વ્યારા પોલીસે ગુરુવારે મારામારી ની ઘટના માં વિસમય જાદવ ની ફરિયાદ આધારે સાહિલ કલ્લુ અસારી ,ઈમ્તિયાઝખાન સલાબતખાન પઠાણ અને જાવેદ ઇકબાલ કાઝી તમામ રહે સ્ટેશન રોડ વ્યારા ની અટક કરી જ્યારે ફરદીન પઠાણ ની ફરિયાદ આધારે જય દિનેશભાઇ મેસૂરિયા (ગોલવાડ વ્યારા,),વિસમય અજય જાદવ (નવી વસાહત વ્યારા),સાક્ષીર જીતેન્દ્ર ટેલર (વ્યારા ),સાગર કિશોર રાણા (ગોલવાડ વ્યારા) ની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...