તાપી જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા ખાતે જિલ્લા સેવા સદન આવેલું છે. જિલ્લા સેવા સદનમાં છેલ્લા કેટલા સમયથી સાફ-સફાઈના અભાવ સહિત ફૂટપાથ ઉપર યોગ્ય સફાઈના અભાવે ઠેરઠેર જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે. જેને લઇને ફૂટપાથ પર લોકો ચાલી શકતા નથી. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા જિલ્લા સેવાસદનમાં જાળવી ના અભાવે લોકોને મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. સંબંધિત તંત્ર દ્વારા તાકીદે સેવા સદન માં ઠેર ઠેર સાફ-સફાઈ સહિત ફૂટપાઠ ને પણ ચોખ્ખું કરાવે એવી જાગૃત નાગરિકો ની માંગ ઉઠી છે.
વ્યારા નગરના પાનવાડી વિસ્તારમાં જિલ્લા સેવા સદન આવ્યું છે. ત્યાં જિલ્લાની તમામ વડી કચેરીઓ અને અધિકારીઓના નિવાસ્થાન આવેલા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા જિલ્લા સેવા સદનના પરિસરમાં જાળવણીનો સતત અભાવ નજરે પડી રહેતા હાલ ઠેર ઠેર ગંદકીનો સામ્રાજ્ય વધી જવાની સાથે ફૂટપાથ ઉપર પણ જરૂરી સાફ-સફાઈ ના અભાવે જંગલી ઘાસ ઊગી નીકળ્યું છે.સેવાસદનના અવાર-જવાર કરવાના મુખ્ય રસ્તાની આજુબાજુમાં પણ જંગલી ઘાસો ના જમાવડાઓ વધી જવા છતાં અહીંથી પસાર થતા અધિકારીઓ દ્વારા સંબંધિત તંત્રને કોઈ સૂચના નો અભાવ ના પગલે દિવસે દિવસે ગંદકીમાં સતત વધારો થઈ રહ્યો છે.
જિલ્લા સેવા સદનની મુલાકાતે આવતા લોકોએ માર્ગની બાજુમાં ફૂટપાથ ઉપર ચાલવાનું હોય છે. પરંતુ જંગલી ઘાસચારાને લઈને ચાલવામાં પણ મુશ્કેલી ઊભી થાય એવી પરિસ્થિતિ હાલ નિર્માણ થઈ રહ્યું છે તાપી જિલ્લા ના અધિકારીઓ દ્વારા આ બાબતે સંબધિત તંત્રને સુચના આપી જિલ્લા સેવાસદન ના પરિષદની ફૂટપાથ પર ઉભેલા જંગલી ઘાસને સાફ કરાવે તેમજ આજુબાજુમાં પણ ખુલ્લી જગ્યામાં ઊગી રહેલા ઘાસોને સાફ-સફાઈ કરાવે એ જરૂરી બન્યું છે. જિલ્લા સેવાસદન માં પણ અમુક જગ્યા પર સાફ સફાઈ થતી હોવાથી કેટલાક સ્થળો પર ગંદકીમાં વધારો થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.