ગણેશજીની અનોખી ભક્તિ:અમેરિકામાં સ્થાયી NRIને સતત 40 વર્ષથી વતન ખેંચી લાવતો ગણેશ પ્રેમ, દર વર્ષે વતન વ્યારાના કાનપુરામાં આવીને એક મહિના સુધી રહે છે

વ્યારા25 દિવસ પહેલાલેખક: સંદિપસિંહ ગોડાદરિયા
  • કૉપી લિંક
  • અમેરિકામાં સ્થાયી ભક્ત દર ગણેશોત્સવમાં વ્યારા આવી શ્રીજીની સ્થાપના કરે છે

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. દેશ દુનિયામાં ગણપતિના ભાવિકો દ્વારા દસ દિવસ ગણેશ ભક્તિની ધૂણી ધખાવામાં આવી છે. ત્યારે ગણેશ ભક્તિમાં લીન રહેતા અને વર્ષ 1982માં સાત સમંદર પાર અમેરિકામાં રહેતા મહેશભાઈ ઈશ્વરભાઈ પટેલ સતત છેલ્લા 40 વર્ષથી દર વર્ષે વતન વ્યારાના કાનપુરામાં આવીને એક મહિના સુધી રહે છે અને ગણેશ ભક્તિની ધૂણી ધખાવે છે.

સ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરીને પૂજા આરાધના કરે છે
મૂળ વ્યારાના કાનપુરા ખાતે રામજી મંદિર નજીક મહેશભાઈ ઈશ્વરભાઈ પટેલ અને તેમના પરિવારજનો રહે છે. વર્ષ 1982માં અમેરિકા મહેશભાઈ પટેલ અને પરિવારજનો અમેરિકા ખાતે સ્થાયી થયા હતા. ત્યાં તેઓએ મોટેલનું વ્યવસ્થાએ શરૂ કર્યો હતો. જોકે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ દ્વારા સ્થાપવામાં આવેલા શ્રીરામ ગણેશ મંડળમાં તેઓ દર વર્ષે વતન એક મહિના માટે આવે છે અને દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરીને શ્રીજીની પૂજા આરાધના કરે છે. દર વર્ષે અમેરિકાથી સમય કાઢીને આવે છે. અને કાનપુરાના શ્રીરામ ગણેશ મંડળ સાથે મળીને ભક્તીની ધૂણી ધખાવે છે.

25 વર્ષની ઉજવણીને લઇ આ વખતે ડિઝિટલ મંડપ બનાવાયો
આ વર્ષે શ્રીરામ ગણેશ મંડળ દ્વારા વ્યારા નગરમાં પ્રથમ સંપૂર્ણ 25 ફૂટથી વધુ એલઇડી મંડપ બનાવ્યો હતો, જેને નિહાળવા માટે સુરત અને તાપી જિલ્લા અને મહારાષ્ટ્રના વિસ્તારના ગણેશ ભક્તો આવી રહ્યા છે. વ્યારામાં પ્રથમવાર એલઇડી થીમ પર બનાવવામાં આવેલો મંડપ ભાવિકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. વ્યારા નગરમાં પ્રથમ વાર એલએડી સજજ ડેકોરેશન મંડપ જેમાં વિવિધ કુદરતી સૌંદર્ય, શોર્ય ગાથાઓ, તેમજ ભક્તિ દ્ર્શ્યો, મંદિરો સહિત વિવિધ થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. - મહેશભાઈ પટેલ, વ્યારાના એન.આર.આઈ

મંડપમાં રોજ રાષ્ટ્રગીત ગૂંજે છે
શ્રીરામ ગણેશ મંડળ દ્વારા ગણપતિદાદાના મંડપમાં દરરોજ રાષ્ટ્રગીત ગાવામાં આવે છે. જેથી પ્રાથમિક પ્રવૃત્તિની સાથે સાથે રાષ્ટ્ર ચેતના જાગૃત કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...