ભાસ્કર ઈમ્પેક્ટ:આઝાદી બાદ પહેલી‌‌વાર ઉકાઇના જૂનાબેજ ગામે ચૂંટણી સુવિધા માટે અધિકારી પહોંચ્યા

તાપી9 દિવસ પહેલાલેખક: સંદિપસિંહ ગોડાદરિયા
  • કૉપી લિંક
તાપી કલેક્ટર અને ડીડીઓ સહિત અધિકારીઓ જૂનાબેજ ગામ પહોંચ્યા. - Divya Bhaskar
તાપી કલેક્ટર અને ડીડીઓ સહિત અધિકારીઓ જૂનાબેજ ગામ પહોંચ્યા.
  • 8 માસ ટાપુ બની રહેતા ગામના 140 મતદારો મતદાન કરવા હોડીથી જાય છે

તાપી જિલ્લાના કુકરમુંડાના બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતનો જુનાબેજ ગામ ઉકાઈ જળાશયમા 8 મહિના ટાપુ બની જાય છે.જ્યાં સરકારની યોજના હજુ પહોંચી નથી. 500 જેટલી વસ્તી ધરાવતું જુનાબેજ ગામમાં 58 ઘરો છે, જેમાં 140 મતદારો છે. ગામના મતદાન કરતા લોકો વર્ષોથી મતદાન કરી રહ્યા છે.

સરકારની યોજના હજુ પહોંચી નથી
જે આ વર્ષે પણ સૌ ટકા મતદાન કરવાની તૈયારી કરી રહ્યા છે.ગામજનો મતદાન કરવા 4 કિમી સુધી હોડીના સહારે જતા હોય છે. 3 કિમી પગપાળા ચાલીને મતદાન મથક સુધી પહોંચતા હોવા અંગેનો અહેવાલ બે દિવસ અગાઉ દિવ્ય ભાસ્કરમા પ્રસિદ્ધ કરવામાં આવતા આખરે તાપી કલેક્ટર ભાર્ગવી દવે, તાપી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયા સહીત અનેક અધિકારીઓ જુનાબેજ ગામની મુલાકાતે પોહ્ચ્યા હતા.

મતદાન મથક સુધી પહોંચાડવા સુવિધા ઉભી કરાઇ
​​​​​​​જુનાબેજ ગામના લોકોઓ સાથે મુલાકાત કરીને મતદાન અંગે માહિતી આપીને ગામના મતદારોઓને મતદાન મથક સુધી પહોંચાડવા સુવિધા ઉભી કરાઇ છે. જેમાં ઉકાઈ જળાશયમાથી ગામની 9 હોડી ફાળવાઇ છે.હોડીના માલિકોને મેહતાણુ આપવાનું પણ નક્કી કરાયું છે. ઉકાઈ જળાશયના પાણીના કિનારે ઉતરીને મતદાન મથક સુધી પોહચવા માટે વાહનોની પણ સગવડ કરવામાં આવી છે.

‘હવે ગામમાં સુવિધા વધવાની આશા છે’
આઝાદી બાદ પ્રથમ વખત કલેકટર અમારા વિસ્તારની મુલાકાત લીધી છે જેને લઈને અમારા વિસ્તારમાં હવે સુવિધાઓ વધવાની આશા છે તેના માટે મેં તંત્ર અને અખબારનો આભાર વ્યક્ત કરીએ છીએ. > આત્મારામ પ્રધાન, આગેવાન, જુના બેજ

અન્ય સમાચારો પણ છે...