આયોજન:તાપી જિલ્લાના 20 અમૃત સરોવર ખાતે ધ્વજ વંદન થશે

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિષ્ણાંત યોગા ટ્રેનરો યોગા કરાવશે, આયુષ મેળાનું પણ આયોજન

તાપી જિલ્લામાં ગત વર્ષ નિર્માણ પામેલા 20 અમૃત સરોવરો ખાતે જિલ્લા પંચાયત તાપી દ્વારા 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ આ 20 અમૃત સરોવરો ખાતે ૨૬મી જાન્યુઆરી એટલે કે 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગામના સ્થાનિક લોકો, શાળાના બાળકો, સરપંચો , શિક્ષકોઓ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહશે.

વધુમાં આ વખતે નવી શરૂઆત તરીકે 20 અમૃત સરોવરો ખાતે નિષ્ણાંત યોગા ટ્રેનરો દ્વારા યોગા કરાવવામાં આવશે, સાથે સાથે વૃક્ષારોપણ અને આયુષમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ ૨૬મી જાન્યુઆરી ગુરુવારે સવારે 8.30 કલાકે શરૂ થશે, જેમાં વધુમાં વધુ સ્થાનિક લોકો જોડાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. કાપડિયા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

આ જગ્યાએ ધ્વજવંદન થશે
26મી જાન્યુઆરી ગુરુવારે સવારે 8.30 કલાકે ઇન્દુ ગામ, રામપુરા નજીક, ચાપાવડી, કાટિસકુવા નજીક, ખુરદી, કસવાવ, કાટકુઇ, આંબીયા (ગોડાઉન), જેસીંગપુરા, બેડચીત, પલાસિયા, પીઠદરા, આમોનિયા, ઉમરાવ નજીક -1, ઉમારાવ નજીક-2 , ગાળકુવા, ગુનખડી, પહાડદા, તોરંદા ખાતે ધ્વજ વંદન થશે.

અન્ય સમાચારો પણ છે...