ધરપકડ:વ્યારામાં જુગાર રમતા પાંચ જુગારીયા પકડાયા, એક વોન્ટેડ

વ્યારા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28 હજાર રોકડ, 4 મોબાઇલ અને બાઇક કબજે લેવાઈ

તાપી જિલ્લા એલસીબી ટીમ દ્વારા વ્યારા નગરમાં એક જુગાર ધામ પર રેડ કરતા ગંજીપાના નો જુગાર રમતા પાંચ વ્યક્તિઓને 28,000 ના રોકડા સાથે કુલ્લે 94 હજારનો મુદ્દામાલ કબજે કરી તમામની અટક કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છેશ્રાવણ માસની શરૂઆત પેહલા જ જુગારીઓ તાપી એલસીબી દ્વારા કડક કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.

તાપી જિલ્લા એલસીબીના પી.આઈ આર.એમ.વસૈયાના સૂચના અંતર્ગત પી.એસ.આઇ. વાય એસ શિરસાઠ અને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર અંગેની રેઇડમાં નિકળેલ હતા તે દરમિયાન પો.કો.વિનોદભાઈ પ્રતાપભાઈને મળેલ ખાનગી બાતમી આધારે વ્યારા ટાઉન સુરત-ધુલીયા હાઇવે ઉપર આવેલ સ્મશાન ભુમીના પાછળના ભાગે આવેલ નદી કિનારે એક ખુલ્લી ઘુમટી બનાવી જુગાર રમાઈ રહ્યો છે જે આધારે એલસીબી ની ટીમ દ્વારા રેડ કરી જાહેરમાં ગંજી પાનાનો જુગાર રમતા આરોપીઓ- મહેશભાઇ સુરેશભાઇ ગામીત ઉ.વ .30ધંધો.ડ્રાઇવિંગ રહે.વ્યારા સ્મશાનભુમીની બાજુમાં તા.વ્યારા જી.તાપી ,

જાવિદ હશન શેખ ઉ.વ .31ધંધો.ભંગારનો રહે.વ્યારા કણજા ફાટક પાસે મહાદેવ નગર સાંઇબાબા મંદીરની બાજુમાં તા.વ્યારા જી.તાપી ,યોગેશ ઉર્ફે કાળીયો ગણપતભાઇ રાઠોડ ઉ.વ .20 ધંધો.મજૂરી રહે.વ્યારા સ્મશાનભુમી પાસે તા.વ્યારા જી.તાપી ,આસીફ સલીમભાઇ કાકર ઉં.વ .25 ધંધો. ભંગારનો રહે. વ્યારા મગદમનગર તા.વ્યારા જી.તાપી,અમીન મુસ્તાક તાંબોડી ઉ.વ .27 ધંધો. મજૂરી રહે.વ્યારા શંકર ફળીયા તા.વ્યારા જી.તાપી નાઓને જુગારના રોકડા રૂપીયા 28600 તથા મોબાઇલ નંગ- 4 કિ.રૂ .11000મોટર સાયકલ નંગ -2 કિ.રૂ .55000મળી કુલ્લે 94600ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધમાં જુગારધારા કલમની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...