રજૂઆત:તાપીમાં જમીન સંપાદનની કામગીરીમાં જાણ ન કરી માપણી શરૂ કરતાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ

વ્યારા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇવે નં.56 પર વહીવટીતંત્રએ સોમવારથી શરૂ કરેલી કામગીરી સામે વાંધા સાથે રજૂઆત

તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ વિવિધ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 56 પર જમીન સંપાદન બાબતે આજરોજ વહીવટી દ્વારા કરાયેલી કામગીરીના વિરોધને લઈને ખેડૂતો દ્વારા સક્ષમ અધિકારી અને પ્રાંત અધિકારી વ્યારા જિલ્લા તાપી વિષય નેશનલ હાઇવે નંબર 56 ના વાયડેનીંગ માટે જમીન સંપાદન બાબતે થઈ રહેલ કામગીરીમાં તમામ નોંધાવેલ વાંધા બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી.

ખેડૂતોએ વ્યારા ખાતે કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ 14.11.22 ના રોજ તથા અલગ અલગ દિવસે સરકારના ગાઈડલાઈન પ્રમાણે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વર્તનની ગણતરી બાબતે જમીન સંપાદનના કાયદાને લાગુ પાડવા માટે વાંધા અરજી આપેલ હતી. જેને સુનવણી ગત 15 ફેબ્રુઆરીના રોજ વ્યારા જમીન કચેરીમાં કરવામાં આવેલ હતી ત્યારે સક્ષમ અધિકારી દ્વારા તમોને બાહેધરી આપવામાં આવેલ હતી કે આપની જમીનમાં ફરીથી સર્વે કરવામાં આવશે તલાટી તથા સરપંચને તથા આપ સૌને હાજર રાખીને માપણી કરવામાં આવશે ત્યારબાદ જ જમીન પર કોઈ ખૂટ કે કોઈપણ કાર્યવાહી કરવાની રહેશે અને આપ સૌના માટે વળતરની ચોક્કસ વાતો ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે.

નહીં તથા જમીનમાં કોઈપણ નોંધ 7, 12 અને 8અમાં પાડવામાં આવશે નહીં તે છતાં પણ ગત દિવસોમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તલાટી કે સરપંચને તથા જમીન માલિકોને જાણ કર્યા વગર ક્યારે માપણી કરી અને ક્યારે હદ નિશાન કરવાના તે કોઈને પણ જાણ કર્યા વગર નિશાન કરવામાં આવેલ છે.

જે લોકશાહી પદ્ધતિ પ્રમાણે બિલકુલ વિરુદ્ધ છે અને જ્યારે સૌ ખેડૂતો અધિકારીઓને સહકાર આપીને યોગ્ય વળતર જે એક્સપ્રેસ હાઈવે માટે બુલેટ ટ્રેનમાં મળેલ તેને અનુલક્ષીને આપવામાં આવે તેવી માંગણી કરેલ હતી તેનો કોઈપણ નિર્ણય લીધા વગર કાર્યવાહી કરવામાં આવેલ જેનો સૌ ખેડૂત મિત્રો વિરોધ કરીએ છીએ અને જો આ પ્રમાણે હવે અગાઉની કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો વધારે જલદ કાર્યક્રમ સૌ ખેડૂતો દ્વારા આપવામાં આવશે.

​​​​​​​ અને જ્યારે અહીં 90 ટકાથી પણ વધારે આદિવાસીઓની જમીન સરકાર દ્વારા લઈ લેવામાં આવે છે ત્યારે યોગ્ય કાર્યવાહી કર્યા વિના આદિવાસીઓને અન્યાય કરવામાં આવેલ છે. તે કોઈ સંજોગોમાં ચલાવી લેવા માંગતા નથી અને આ અંગે હડતાળ ઉપવાસ કે આંદોલન કરવાની ફરજ પડશે જેની નોંધ લેવા અને આ બાબતે યોગ્ય ઝડપથી કરવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...