વારંવાર રજૂઆત:માંડવી તાલુકાના ખંજરોલી ગામે જર્જરિત વીજ લાઇનને કારણે ખેડૂતમાં ભય

કડોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના ખંજરોલી ગામે ખેતરમાં નમી ગયેલી વીજલાઇનના કારણે ખેડૂતોને મુશ્કેલી ઉભી થઇ છે. - Divya Bhaskar
માંડવી તાલુકાના ખંજરોલી ગામે ખેતરમાં નમી ગયેલી વીજલાઇનના કારણે ખેડૂતોને મુશ્કેલી ઉભી થઇ છે.
  • અનેક રજુઆત કરવા છતાં ઉકેલ આવ્યો નથી, અધિકારીઓ સ્થળ વિઝીટ કરી કામ થઈ જશેની બાંહેધરી આપી જતા રહે છે

માંડવી તાલુકાના ખંજરોલી ગામના ખેડૂતના ખેતરમાં એગ્રીકલ્ચર વીજલાઈન નમીને જોખમી હાલતમા પહોંચી ગઈ છે. તેમજ વીજપોલ પણ જર્જરિત અવસ્થામાં આવી ગયા છે. જેના કારણે ગમે ત્યારે નુકસાન થવાની શક્યતા રહેલી છે. આ અંગે વીજ કંપનીમાં રજૂઆત કરવા છતાં કોઈ ઠોસ ઉકેલ આવ્યો નથી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંડવી તાલુકાના ખંજરોલી ગામના ખેડૂત રાજેન્દ્રસિંહ ઈશ્વરસિંહ સાગડોતના ખેતરમાં ઘણા વર્ષો પહેલા એગ્રીકલ્ચર વીજલાઈન નાંખવામા આવેલી હતી. જે વીજ લાઈનના સમયાંતરે મરામત ન કરવામાં આવતાં હાલ જીવંત વીજલાઈન નમી ગઈ છે. જેના કારણે ખેડૂતો ખેતરમાં કામ કરતાં ડરી રહ્યાં છે

આ વીજ લાઈનને નાંખવા માટે ઊભા કરેલા થાંભલા પણ વર્ષો જૂના થઈ ગયો હોવાથી વીજપોલ જર્જરિત થઈ ગયા છે. વીજ પોલ જર્જરિત બનતા સળિયા પણ દેખાવા લાગ્યા છે. જે ગમે ત્યારે ધરાશાયી થઈ અકસ્માત સર્જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. તેમજ નમી ગયેલી વીજલાઈનને કારણે શેરડીને અડી જાય તેવી શક્યતા છે.

જમીનથી માત્ર છ – સાત ફૂટ ઉચાઈ પર આવી ગયેલી વીજલાઈનને કારણે ગમે ત્યારે અકસ્માત થઈ શકે તેવી શક્યતા છે. તેમજ શેરડીમાં તણખા ઝળતા શેરડી બળીને ખાખ થાય તો ખેડૂતની મહેનત એરે જાય અને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવે તેમ છે. ખેડૂત દ્વાર અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી. વીજ કંપનીન અધિકારીઓ ખેતરની વીઝિટ કરી જાય છે અને થોડ સમયમાં કામ થઈ જશે. જેવી બાંહે ધરી આપી જતા રહે છે. ખેડૂત વારંવાર રજૂઆત કરી ત્રસ્ત થઈ ગયો છે.

મારા ખેતરમાં એચ ટી લાઇન નમી ગઇ છે
મારા ખેતરમાંથી જતી એચટી લાઈન નમી ગયેલ છે. ગમે ત્યારે વીજ પોલ તુટી જાય તેવી સ્થિતિમાં છે. નમેલી લાઈનને કારણે તાર જોઈન્ટ થવાથી તણખા ઝરવાથી શેરડી પણ બળી જાય તેવી શક્યતા છે. આ દરમિયાન કોઈ નુકસાન કે અઘટીત ઘટના થાય તો જવાબદાર કોણ ? - રાજેન્દ્રસિંહ સાગડોત (ખેડૂત, ખંજરોલી)

અન્ય સમાચારો પણ છે...