મતદાન:તાપીના 605 મતદાન મથક પર ઇવીએમ, વીવીપેટ મશીન સજજ

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાની વ્યારા 171 વિધાનસભા બેઠક અને નિઝર 172 વિધાનસભા ની ચૂંટણીની આખરી ઓફ પૂર્વ સંધ્ય આપી દેવાયો હતો જિલ્લાના બંને વિધાનસભામાં આવેલા 605 મતદાન મથકો ઉપર ઇવીએમ સેન્ટર સહિત વિવિ પેટના મશીનો પોલીસ સુરક્ષા સાથે સજજ કરી દેવાયા હતા.

વિધાનસભા સામાન્ય ચૂંટણી 22 પ્રથમ તબક્કાનું મતદાન 01ડિસેમ્બર, 2022ના રોજ યોજાશે. જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તાપી જિલ્લામાં 171-વ્યારા અને 172 નિઝર વિધાનસભા મતવિસ્તારની યોજાનારી ચૂંટણીના મતદાન માટે સોનગઢ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેના ડિસ્પેચીંગ કેન્દ્રની આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચના શીવ શહાય અવસ્થી (આઇ.એ.એસ) અને પોલીસ ઓબ્ઝર્વર નિમીત ગોયલ(આઇ.પી.એસ) સહિત ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઇ તમામ ટીમોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ ટુકડીઓ દ્વારા મતદાન સામગ્રી સાથે તેમના સંબંધિત મતદાન મથકો માટે નિયત રૂટમાં થઇ રહેલી રવાનગી માટેની સમગ્ર પ્રક્રિયાનું ઉંડાણપુર્વક નિરીક્ષણ કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જેમાં ડિસ્પેચીંગ કામગીરી દરમિયાન EVM – VVPAT સંદર્ભની તૈયારીઓ, ડિસ્પેચીંગ પહેલા રાખવાની થતી તમામ પ્રકારની કાળજી તેમજ મતદાન પ્રક્રિયા પુર્ણ થયા બાદ ડિસ્પેચીંગ વખતે રાખવાની જરૂરી કાળજી, નિયત સ્થળોએ બેરીકેટીંગ, CCTV કેમેરા, ડાયરી વગેરે જેવી તમામ સુવિધા માટેની જરૂરી વ્યવસ્થા અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

વધુમાં તેમણે દિવ્યાંગ મતદાન મથક, સખી મતદાન મથકો, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક,આદર્શ મતદાન મથકો, સહિત તાપી જિલ્લાના તમામ 605 મતદાન મથકોના કર્મચારીઓ, મહિલા પોલીંગ ઓફિસર સહિતના સમગ્ર ટીમ સાથે સીધો સંવાદ કરી તેમને સોંપાયેલી ફરજો ચોકસાઇથી તેમજ લોકશાહી પર્વમાં ઉત્સાહપૂર્વક સંપન્ન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...