સવલત:વ્યારા નગરની દરેક સમસ્યા હવે માત્ર 1 ફોન કોલથી ઉકેલાશે

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદકી, સ્ટ્રીટ લાઈટ,રસ્તા, પાણી, ગટર અને દબાણને લગતી સમસ્યા ઉકેલવા હેલ્પલાઇન શરૂ

વ્યારા નગરમાં નગરપાલિકા દ્વારા નગરજનોની વિવિધ સમસ્યાઓના સમાધાન માટે ઓનલાઈન ફરિયાદ ની કામગીરી હાથ ધરી છે. જેમાં નગરના વિવિધ સમસ્યાઓ માટે નગરપાલિકા દ્વારા અપાયેલો નંબર 63599 33666 નંબર પર વોટસએપમાં ફરિયાદ મોકલે નિરાકરણ કરવાની કામગીરી નગરપાલિકા હાલ ચાલુ કરી છે.

જેને લઈને નગરજનો એ નગરપાલિકામાં ફરિયાદ કરવા માટે વેઠવા પડતા નગરજનોના ધરમ ધક્કાઓ ઘટી જશે. મળતી વિગતો મુજબ વ્યારા નગરપાલિકામાં સમસ્યાઓની ભરમાર છે ત્યારે નગરજનોને સમસ્યાનો નિરાકરણ કરવા માટે વારંવાર નગરપાલિકામાં જવું પડે છે અને સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરી નિરાકરણની તજવીજ હાથ ધરવી પડે છે. જેને લઈને નગરપાલિકા દ્વારા ઓનલાઇન ફરિયાદ માટેનો મોબાઇલ નંબર જાહેર કરી દેતા નગરજનોમાં રાહત બની રહેશે.

વ્યારા નગરના વોર્ડ નંબર એક થી સાતમાં નગરપાલિકા વિસ્તારમાં કોઈપણ સ્થળે ગંદકી, કચરો, સ્ટ્રીટ લાઈટ, ટુટેલા રસ્તા, પાણી ગટર, ખાડા, દબાણ સફાઈ વગેરેની ફરિયાદો હોય તો જે તે વ્યક્તિએ મોબાઇલમાં ફોટા પાડી ઓનલાઈન ફરિયાદ નંબર 6359933666 પર વોટ્સએપ પર ફોટો મોકલી આપવું જેથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ ફરિયાદો નિરાકરણ કરવાનો પ્રયત્ન કરશે. નગરપાલિકા દ્વારા નગર આપવા માટે શરૂ કરાયેલી સુવિધા કેટલો સમય ચાલુ રહેશે અને સુવિધા નો કેટલો ફાયદો નગરજનો થશે આવનાર સમય બતાવશે જોકે હાલ નગરપાલિકા દ્વારા ઓનલાઇન ફરિયાદનું કામગીરી ચાલુ કરી દેતા નગરજનો એ નગરપાલિકાના ધક્કા ખાવાનું બંધ થઈ જશે એ નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...