વ્યારા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં હજી ચૂંટણી આવી ગઈ પરંતુ માહોલ જામ્યો નથી. ગામડાઓમાં રાજકીય ચળવળ નથી. ગામડાના મતદારો મત અધિકારનો ઝીણવટ પૂર્વક જ્ઞાન થયું હોય તેવું લાગી રહ્યું છે. હાલ ચૂંટણી લઇને ભલે મોહોલ જામ્યો હોય, પરંતુ ગામડાઓમાં હજુ પણ ચૂંટણીના પડઘા પડ્યા નથી. દિવ્યભાસ્કરની ટીમ દ્વારા અંતરિયાળ ગામોમાં જઈ પ્રજાના ચૂંટણીને લઈને શું તર્ક વિતર્કો છે, તે જાણવાની કોશિશ કરી હતી.
ગામના વિકાસને કેટલું મહત્વ આપે તેના પર મતદારોને મીટ
ડુંગરગામ | ડુંગરગામમાં ચૂંટણીનો રંગ જામ્યો હોય એવું લાગી રહ્યું છે. ગામના એક આગેવાને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી એમને મફત અનાજ મળે છે, તેજ પૂરું નથી થઈ શકતું એટલે માણસની કમાણીનો મોટા ભાગની બચત થાય છે. જેને લઇને અમે બચતના પૈસા ખેતી કામમાં ઉપયોગ લઇને સારી આવક આવતા અમે આર્થિક રીતે સધ્ધર થયા છે. કાટીસકૂવા ગામ | સ્થાનિકોએ ચર્ચા કરતા જણાવ્યું કે ગામના લોકોએ ગામનો વિકાસ જોઈએ. વિકાસના પંથે ચાલનારને વોટ આપશે. વીજળી, રસ્તા, પાણીની પૂરતી વ્યવસ્થા મળી રહેવી જોઈએ. પરંતુ ગામમાં હજુ સુધી ઓટલા મિટિંગ માટે કોઈ નેતા ફરક્યા નથી એવું ગામના લોકોએ જણાવ્યું હતું.
ચાપાવાડી ગામ | ચાપાવાડી ગામમાં ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય માહોલમાં ખાસ ગરમાટો આવ્યો નથીની ચર્ચાઓ ચાલી રહી છે. મતદાનને એક દિવસ બાકી છે. ત્યારે ગામના રાજકીય પક્ષો અને નવા ચહેરાઓ દ્વારા ગામના વિકાસને કેટલું મહત્વ આપે તેના પર મતદારોને મીટ મંડાય રહી છે જે આધારે મતદાન થશે તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.
વાસકુઈ ગામ | વ્યારા બેઠકના ગામોમાં નેતાઓની લટાર માત્ર મોટા મોટા ગામડાઓમાં જ હોય એવું લાગી રહ્યું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગામમાં નેતા કે ઉમેદવાર મતદારોને જોવા મળ્યા નથી. કોઈ કામ થયા નથી. જેને લઇને એકપણ આગેવાનો દેખાતા નથી. એક ઉમેદવાર દ્વારા ઓટલા મિટિંગ થઇ હતી પરંતુ મિટિંગ સફળ બની ન હતી.
ઉચામાળા ગામ | ઊંચામાળા ગામમાં રાજકીય માહોલમાં નીરસતા દેખાઈ રહી હતી. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ ચાર રસ્તાઓ પર રાજકીય પક્ષો અને ઉમેદવારો બાબતની ચર્ચા ચાલી રહી છે. મતદારો દ્વારા ગત વર્ષો દરમિયાન થયેલી કામગીરી ધ્યાનમાં રાખીને મતદાન કરશે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ચૂંટણીના છેલ્લા દિવસે ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.