તાપી જિલ્લાના રોજગાર વાંચ્છુ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર વ્યારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ ખાતે રાજયકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતી તથા મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો.
અધ્યક્ષસ્થાનેથી રાજયકક્ષાના આદિજાતિ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના મંત્રી કુંવરજીભાઈ હળપતીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી પહોચી છે. તેમને “વાદ નહી વિવાદ નહી રોજગાર વિના વાત નહી” એમ કહ્યુ હતું. તેમણે ગુજરાતનો કોઇ યુવાન રોજગારથી વંચીત ન રહે તે માટે દરેક જિલ્લામાં રોજગાર મેળા યોજાશે એમ ખાત્રી આપી હતી.
મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતનું ભવિષ્ય યુવાનો છે. સરકાર આપના દ્વારે આવી રોજગારી આપે તેવું સરકાર દ્વારા શક્ય બન્યુ . તેમણે યુવાનોને ફક્ત સરકારી નોકરીનો મોહ ન રાખી પ્રાઇવેટ કંપનીઓમાં સારી કામગીરી કરી ઉજ્જ્વળ ભવિષ્ય બનાવી શકાય છે એમ સમજ આપી હતી.
મૃત્યુ યોજના અને બોન્ડ યોજનાના લાભાર્થીઓને ચેક અપાયા
કાર્યક્રમમાં ખાસ કરીને ઉકાઇના વિસ્થાપિતો જેઓ વિવિધ નોકરીમાં પસંદગી પામેલા છે તેવા ઉમેદવારોને મંત્રીઓ સહિત ઉપસથિત મહાનુભાવોના હસ્તે નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા. શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત ગામીત મંગલાબેન વિજયભાઈ આકસ્મિત મૃત્યુ સહાય યોજના અંતર્ગત રૂ.3,00 ,000/ની સહાય જયારે ગામીત કિરણબેન મેહુલભાઈને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત રૂ.25,000/ ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ સાથે છેલ્લા 1 મહિનામાં કુલ-458 અને એક અઠવાડિયામાં કુલ-250 વિજ જોડાણ દક્ષિણ ગુજરાત વિજ કંપની દ્વારા આપવામાં આવતા લાભાર્થીઓને વીજ કનેક્શનનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.