સામી ચૂંટણીએ વ્યારા નગરના કૂંભારવાડમાંથી કાયમી ધોરણે શાક માર્કેટ હટાવવા મુદ્દે ચૂંટણી બહિષ્કારના બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે . વ્યારા નગરના કાનપુરા વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટને લઇ કુંભારવાડના રહીશો અને શાકભાજી માર્કેટ ધારકો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. જેને લઇને સ્થાનિકો દ્વારા શાકભાજી માર્કેટને અન્ય સ્થળે ખસેડવા માટેની માંગ વ્યારા નગરપાલિકા સહિત સંબંધિત તંત્ર અને કરી હતી. અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા કાનપુરાના કુંભારવાડના રહીશોમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
છેલ્લા કેટલાય દિવસથી દર શનિવારે સ્થાનિકો અને શાકભાજી વેચનારાઓ વચ્ચે બબાલ વધી રહેતા સ્થાનિક આગેવાનો અને નગરપાલિકા મધ્યસ્થ યોગ્ય નિરાકરણ પ્રયત્ન કર્યો હતો. તેમ છતા કોઇ નિર્ણય ન આવતા સ્થાનિકો દ્વારા શનિવારના રોજ વહેલી સવારથી શાકભાજી માર્કેટના સ્થળ પર કુંભારવાડના સ્થાનિકો સ્થળ પર ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે જબરદસ્ત વિરોધ કર્યો હતો. શાકભાજી માર્કેટ અને અન્ય સ્થળે ખસેડવાની માંગ સાથે બેનરો પ્રકાશિત કર્યા હતા.
કુંભારવાડ રહિશોના વિરોધના પગલે શનિવારે શાકભાજી માર્કેટ ન ભરાયું
શુક્રવારના રોજથી જ કુંભારવાડ રહીશો દ્વારા શાકભાજી માર્કેટ બાબતે વિરોધ કરવાના હોય જાણી લઇને નગરપાલિકા દ્વારા શનિવારે શાકભાજી ધારકોને ત્યાં ન બેસવા માટે જણાવી દેવાયું હતું. જેને લઈ શાકભાજી ધારકો જનક હોસ્પિટલ જવાના માર્ગો પર સાઈડ પર બેસી ગયા હતા. વ્યારા નગરપાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવી કુંભારવાડ અને શાકભજી ધારકોની સમસ્યા દૂર કરે એ જરૂરી છે.
10થી વધુ વખત લેખિત રજૂઆત કરી છે છતા પાલિકા દ્વારા નિરાકરણ નથી લવાયું
કુંભારવાડના સ્થાનિકો દ્વારા બજાર કાયમ માટે અન્ય ખસેડવા માટે સતત 10થી વધુ વાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઇ નક્કર પગલાં ન આવતા સ્થાનિકોની મુશ્કેલી વધવા પામી છે. વારંવાર શાકભાજી માર્કેટ અન્ય સ્થળે ખસેડવા માટે રજૂઆત કરી છે. માગ ન સ્વીકારે તો નગરપાલિકા ખાતે ધરણાંની પણ ચીમકી અપાઈ હતી. > નરેનભાઈ પ્રજાપતિ, સ્થાનિક રહીશ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.