રજૂઆત:વ્યારાની સોસાયટીમાં COPનું દબાણ દૂર નહી થાય તો ચૂંટણીનો બહિષ્કાર

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાયત્રી સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરાઇ

વ્યારા નગરમાં આવેલ ગાયત્રી સોસાયટીના કોમન ઓપન પ્લોટ પર કેટલાક તત્વો દ્વારા 2 વર્ષથી ગેરકાયદેસર રીતે તારનુ ફેન્સીંગ કરી દબાણ કરી સી.ઓ.પી. પચાવી પાડેલ હોય સોસાયટીના સી.ઓ.પી. તાત્કાલીક ધોરણે સોસાયટીના સભ્યો માટે ખુલ્લો કરવા આજ રોજ તાપી જિલ્લાના કલેકટરને લેખિતમાં આવેદન આપી ન્યાયની માંગણી કરી હતી. અન્યથા વિધાન સભાની ચૂંટણીનો બહિષ્કારની ચમકી આપી હતી.

રહીશો દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનમાં જણાવ્યા મુજબ ગાયત્રી સોસાયટીમાં માલિકીનો કુવો તથા કોમન પ્લોટ ઉપર ભુલાભાઈ ડોડીયા દ્વારા છેલ્લા 40 વર્ષથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ છે તેમજ સોસાયટીના કોમન પ્લોટમાં જે બીન કેરીની જમીન હોય તેમાં તારનું ફેન્સીંગ કરી ગેરકાયદેસર કબજો કરી ખુલ્લેઆમ દાદાગીરી કરી બાગાયતી ખેતીના કામકાજ કરી રહ્યા છે હાલમાં ગાયત્રી નગર સોસાયટીના સભ્યો જે કોમન ઓપન પ્લોટમાં પાર્કિંગ પણ રોડ પર કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે.

ગાયત્રી નગર સોસાયટીની બાજુમાં આવેલા ભુલાભાઈ જમીનમાં ટાઉન પ્લાનિંગને જોડતો 30 ફૂટનો રસ્તો નગરપાલિકા દ્વારા જમીન પ્રાપ્ત કરવામાં આવેલ નથી અને બોલાવવાની જમીનમાં 30 ફૂટનો રસ્તો બનાવેલ નથી. બાજુમાં નિશાળ માટે જમીન રિઝર્વ રાખેલી હોય જમીન ઉપર દબાણ દૂર કરવામાં આવેલ નથી જે તે ગેરકાયદેસર દબાણ તાત્કાલિક દૂર કરવા સોસાયટીના રહીશો ની માંગણી છે.વધુમાં જણાવ્યું હતું કે વ્યારા નગરપાલિકાની ચૂંટણી વખતે તત્કાલીન મંત્રી ગણપત વસાવા અને સ્થાનિક સભ્ય કુલીન પ્રધાનની હાજરીમાં સ્ટેશન રોડ વિસ્તારમાં નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલા મકાનમાં સોસાયટીના સભ્યો બેઠક કરી નિરાકરણની માંગણી કરી હતી.

જોકે ચૂંટણી પૂર્ણ થયા બાદ આજ દિન સુધીમાં કોમન પ્લોટની સમસ્યા બાબતે કોઈ રુચિ દેખાડાઈ નથી. વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને ગાયત્રી સોસાયટી દ્વારા તાપી જિલ્લા કલેકટર ભાર્ગવી દવેને રજૂઆત કરતા જણાવ્યું હતું કે સોસાયટીની પ્રાથમિક જરૂરિયાત અને કોમન પ્લોટ માં દ્વારા કરાયેલા દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે અને 9. 11 .2022 સુધીમાં પૂર્ણ ન થાય તો ગાંયત્રી નગર સોસાયટીના સભ્યો આવનારી વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં બહિષ્કાર કરશે અને કોઈ પણ રાજકીય પક્ષને ગાયત્રી નગરમાં આવાં ન દેવાની પણ ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...