મેઘ માહેર:તાપીના વ્યારા અને ડોલવણ તાલુકામાં સારા વરસાદથી નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપી જિલ્લામાં બીજા દિવસે 5 તાલુકામાં મેઘ માહેર યથાવત

તાપી જિલ્લા ખાતે બે દિવસ થયેલા વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે છલકાઇ રહી છે. સાથે ખેતરોમાં પણ પાણી ભરાવા ના કારણે ખેડૂતો ની મુશ્કેલી વધી હતી. ગત રોજ તાપી જીલ્લાના વાલોડ ,વ્યારા સોનગઢ, ઉચ્છલ ,ડોલવાણ, કુકરમુંડા,નિઝર વિસ્તારમાં 06 ઇચ થી વધુ ભારે વરસાદના આગમન થઈ રહ્યા છે.

જેને લઇને પંથક માં આવેલી નદી નાળા અને કોતરોમાં વરસાદી પાણીના કારણે છલકાઈ રહ્યા છે.નીચાણ વાળા વિસ્તારોમાં લો લેવલ ક્રોઝવે પર પાણી ભરાયા હતા.તાપી જિલ્લાના નદીનાાળાઓમાં બે કાંઠે વહેતા થયા હતા.છેલ્લા 24 કલાકનો વરસાદ : ઉચ્છલ-28મીમી, ડોલવણ-33મીમી, વ્યારા- 73મીમી, વાલોડ-42મીમી, સોનગઢ-26મીમી મીમી વરસાદ નોંધાયો હતો. ઉચ્છલ અને નિઝરમાં નીલ વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...