સમસ્યા:વ્યારામાં ગટરની કામગીરીમાં વેઠ ઉતારતા વાહનચાલકોને મુશ્કેલી

વ્યારા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામપૂર્ણ કરી કોન્ટ્રાક્ટરે વધેલો સામાન ગટર નજીક જઅયોગ્ય રીતે મૂકી રાખ્યો

વ્યારા નગરના પશ્વદર્શન કોમ્પલેક્ષની સામે આવેલ રસ્તા પર નગરપાલિકા દ્વારા ગટરની ઢાંકણની કામગીરી કર્યા બાદ વેઠ ઉતારી દેતા આ માર્ગ પરથી પસાર થવું વાહનચાલકો માટે મુશ્કેલી ભર્યું બને છે. ગટરનાં ઢાંકણની કામગીરી પૂર્ણ કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા વધેલો સામાન ગટર નજીક નાખી દેતા રસ્તા પર પસાર વાહન તાલુકાના વાહન નુકસાન થઈ રહ્યું છે. નગરપાલિકા દ્વારા ગંભીરતા દાખવી તાકીદે ઉતારેલી વેઠને સુધારે એવી નગરજનોની માગ ઉઠી છે. વ્યારા નગરના મુખ્ય માર્ગ પર દક્ષિણા પથ ની બાજુમાં પાશ્વદર્શન કોમ્પલેક્ષ આવેલું છે.

જ્યાં દુકાન અને સોસાયટી માં જવાના મુખ્ય માર્ગ ઉપર ગટરનું ઢાંકણું તૂટી ગયું હતું. જેને લઈને નગરપાલિકા દ્વારા ગટરના ઢાંકણા નો રીપેરીંગ કામ કરી નવું ગટર નું ઢાંકણું નાખી દીધું હતું પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં વેઠ ઉતારી દેતા ગટરના ઢાંકણા નજીક વધેલો સામાન મૂકી રાખતા જેને લઈને વાહન ચાલકોએ આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલી ભર્યું બને છે. રાત્રિ દરમિયાન અજાણ્યા વાહન ચાલકોના વાહનોમાં નુકસાન પણ થઈ રહ્યું છે ત્યારે નગરપાલિકા દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી ટાંકીને એક ઘટના ઢાંકણા ની આજુબાજુમાં સાફ-સફાઈ કરાવે અને સ્થાનિકોને પડતી મુશ્કેલી દૂર કરાવે એ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...