અકસ્માત:નોકરીએથી પરત ફરતાં યુવકની બાઇકને વાહને અડફેટે લેતા મોત

નવાગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લસકાણામાં રહેતા યુવકને વલથાણ પાસે હાઇવે પર અકસ્માત

નોકરીએ પરત ફરી રહેલા યુવકની બાઇકને વલથાણ ગામ પાસે હાઇવે પર વાહને અડફેટમાં લીધી હતી. જેને લઇ યુવકને ગંભર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. કામરેજ પોલીસ મથકેથી મળતી વિગત મુજબ રમેશ મદનલાલ મોયૅ (25) (રહે. હાલ ખાતા નં 161 અમૃત ઉધોગનગર લશકાણા મુળ રહે. સરાઇત્રીલોકી ગામ જોનપુર યુપી )પત્ની તથા નાનો ભાઇ તેમજ કાકા રતનેશ રાજારામ મોર્ય તથા કાકી પુષ્પાબહેન સાથે રહે છે.

રતનેશ મૌર્ય એમ્બ્રોયડરી એન્જીનિયર તરીકે રોયલ ડ્રેગન કંપની રઘુવીર માકેટ આઇમાતા રોડ પુણાગામ ખાતે નોકરી કરતા હતા, અને પોતાનાં મિત્ર સંચોષભાઇની સ્પેલેન્ડર મોટરસાઈકલ નં (GJ 05 NF 2200) પર અવર જવર કરતા હતા.તા. 9 જુલાઈના રાતે પોણા અગિયારે ક વાગે નોકરી પરથી ઘરેઆવી રહ્યા હતા.

ત્યારે મુંબઇથી અમદાવાદ જતા વલથાણ હાઇ વે પર એલસીબી પોલીસ ચોકી સામે અજાણ્યા વાહન ચાલક મોટરસાઈકલને ટકકર મારી નાસી છુટ્યો હતો. રોડ પર પડેલા રતનેશને માથામાં તથા ડાબાં હાથમાંં ડાબાપગમાં ઘુંટણનાં નીચેનાં ભાગેે ગંભીર ઇજા થઇ હતી જેમનેે પાથમિક સારવાર પરમ હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે સ્મીમેરમાં દાખલ કરવામાંં આવ્યા હતાં જ્યાંં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...