ચૂંટણી:વ્યારા બેઠક પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય ફોર્મ ભરવાની તૈયારીમાં

વ્યારા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લાના વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક માટેના ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે વિવિધ પક્ષો દ્વારા તૈયારીઓ હાથ ધરી લેવાય છે. બુધવારેના વ્યારા વિધાનસભાના કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય પુનાજીભાઈ ગામીતે સમર્થકો સાથે ગુરુવારે વ્યારા કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવાની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે.

વ્યારા વિધાનસભા બેઠકના કોંગ્રેસ તરફથી ઉમેદવાર પુનાજીભાઈ ગામીત સમર્થકો સાથે ફોર્મ ભરવા જવાની તૈયારીઓ હાથ ધરી દેવાય છે. તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાની બેઠકના કોંગ્રેસ પક્ષના સીટિંગ ઉમેદવાર પુનાજીભાઈ ગામીત સાથે ચર્ચા કરતા તેમને જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ સૂચના અપાય નથી.

પરંતુ સનિષ્ઠ કાર્યકર હોવાને નાતે સમયની અનુકૂળતા રાખીને ગુરુવારે ફોર્મ ભરવા જવાની ઈચ્છા ધરાવવું છું. પક્ષ જે રીતે સૂચના આપશે એ રીતે વર્તવાનું રહેશે. ગુરુવારે 10 થી 12 ના સમયે ઉમેદવારી ફોર્મ ભરવા સમર્થકો સાથે જવા માટેની મંજૂરી મેળવી લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...