માંગરોળ વિધાનસભા બેઠક ઉપર પ્રથમવાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપના ગઢ ગણાતા ઉમરપાડામાં મોટું ગામડું પાડી 30થી 35,000 મતો મેળવી ભાજપને પણ મોટો ઝટકો આપ્યો છે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી નેતાઓને વિચાર કરતા કરી દીધા છે. ચૂંટણીની શરૂઆતથી જ 156 માંગરોળ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીને પાંચ દસ હજાર મતોથી વધુ મત નહીં મળે તેવું લાગતું હતું પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે બીજા ક્રમે રહી બંને પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે.
ઉમરપાડા તાલુકોએ ભાજપનો મોટો ગઢ છે પરંતુ રાતો રાત આ ગઢમાં આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પાડી દીધું છે. ચૂંટણી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ પણ હથિયાર હેઠા મૂકી દેતા 30થી 35,000 જેટલા મતો આમ આદમી પાર્ટીને આ તાલુકામાંથી મેળવી ભાજપ પક્ષ માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. સાથે માંગરોળ કેટલા ગામોમાં આમ આદમી પાર્ટીએ કેટલાક ગામોમાં મતો મેળવ્યા છે અને બીજા નંબર પર રહેતી કોંગ્રેસને ત્રીજા નંબર પર ધકેલી દીધી છે. ઉમરપાડાથી કોંગ્રેસ પાર્ટીને માત્ર બે ત્રણ હજાર મત મળતા પાર્ટીની હાલત અત્યંત કફોડી બની ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.