વિરોધ:ઉમરખાડી ગામે કોંગ્રેસનું સંમેલન મોંઘવારી, ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ

વાંકલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામે કોંગ્રેસ અગ્રણી અને નિવૃત આઇ.એ.એસ અધિકારી જગતસિંહ વસાવા ના નેતૃત્વ હેઠળ યોજાયેલા કોંગ્રેસ કાર્યકર સંમેલનમાં આગેવાનોએ ભાજપ સરકારની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારી શાસન વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા

આ પ્રસંગે કાર્યકરોને સંબોધન કરતા જગતસિંહ વસાવા એ જણાવ્યું કે હાલની વર્તમાન પરિસ્થિતિ ખૂબજ નાજુક છે.પેટ્રોલ ડીઝલ ગેસ ખાતર સહિત તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે મોંઘવારીએ માઝા મૂકી છે સરકાર તમામ ક્ષેત્રે વહીવટ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે જેનો ભોગ આ દેશની નિર્દોષ જનતા બની રહી છે

આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે સરકાર મોટો ભ્રષ્ટાચાર કરી રહી છે ખાસ આદિવાસી સમાજના હક્ક અને અધિકારો પર આ સરકાર તરાપ મારી આદિવાસીઓને પાયલ કરી રહી છે વન અધિકાર કાયદા હેઠળ જંગલની જમીન ફાળવવામાં સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી ગરીબ મધ્યમવર્ગ ના લોકો સરકારના ભ્રષ્ટાચારી શાસનથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે ઉમરપાડા અને માંગરોળ તાલુકાની ઘણી બધી બધી શાળાઓ ને મર્જર કરી બંધ કરી દેવામાં આવી છે ત્યારે આદિવાસી દિકરા-દિકરીઓ નું ભવિષ્ય અંધકાર મય થઈ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...