માંગરોળ તાલુકાના મોસાલી ગામે આ પ્લોટ અમારો છે. માટી મોહરમનું પુરાણ કેમ કર્યું એવું કંઈ હુમલો કરી પ્લોટ માલિકને માર મારનાર પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે મોસાલી ગામે રહેતા અને સપના કાર્ટીગના નામથી રેતી કપચી મોહરમનો વેપાર કરતા આરીફ અબ્દુલ માંજરા ના ઘરની પાછળ પોતાની માલિકીના પ્લોટ આવેલ છે આ પ્લોટ માં સોયબ અહમદ તાડવાલાના સગા સંબંધીઓ કચરો નાખતા હતા તેમજ આ પ્લોટમાં ઝાડી ઝાંખરા પણ હતા.
કોઈકે કચરો ઝાડી ઝાંખરા સળગાવી દીધા હતા જેથી આરીફભાઈએ પાણી છાંટી આગ બુજાવી હતી અને ત્યારબાદ બીજા દિવસે તેમણે પોતાની માલિકીના પ્લોટમાં મોહરમનું પુરાણ કર્યું હતું ત્યારે સોયબ અહમદ તાળવાલા અને તેનો પુત્ર અહમદ સોયબ તાળવાલા બંને પ્લોટ વાળી જગ્યાએ આવ્યા હતા અને આ પ્લોટ અમારા છે માટીનું પુરાણ પ્લોટમાં કોણે કર્યું તેવું કહેતા આરીફભાઈએ જણાવ્યું કે આ પ્લોટ મારી માલિકીના છે જેથી મેં પુરાણ કર્યું છે. તેવું કહેતા બંને જણા ઉસ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા.
ત્યારબાદ સોયબ તાળવાલા તેમના સગા સંબંધીના ઘરમાંથી ચપ્પુ લઈને આવ્યા હતા તેમજ પુત્ર અહમદ લાકડી લઈને દોડી આવ્યો હતો અને આરીફભાઈને જમણા પગની જાંઘ ઉપર લાકડીનો સપાટો મારી દીધો હતો, જ્યારે સોયબ તાળવાલા ચપ્પુ વડે હુમલો કરવા જતા આરીફભાઈએ ચપ્પુ પકડી લીધો હતો જેથી અંગૂઠા અને હથેળીમાં ચપ્પુ વાગી ગયું હતું અને લોહી નીકળવા લાગ્યું હતું.
આ સમયે પત્ની સગુપ્તા તેમજ સાળો સહેજાદ અહમદ અને સાળાની પત્ની શહેજાદી અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુ મારથી આરીફભાઈને બચાવ્યા હતા. આ સમયે બંને જતા જતા બીજી વાર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આરીફભાઈએ દવાખાને સારવાર લીધા બાદ સોયબ અહમદ તાડવાલા અને પુત્ર અહમદ સોયબ તાડવાલા વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.