• Gujarati News
  • Local
  • Gujarat
  • Tapi
  • CM Vyara Has Come And Gone...but The Issue Of The Overbridge, Which Has Remained Unfinished For 7 Years, Remains A Disappointment.

મુખ્યમંત્રીની વિઝિટ:CM વ્યારા આવ્યા અને ગયા...પરંતુ 7 વર્ષથી અધૂરા પડેલા ઓવરબ્રિજનો પ્રશ્ન અદ્ધરતાલ જ રહેતા નિરાશા

વ્યારા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28.69 કરોડના ખર્ચે 8 એકરમાં નિર્માણ થઇ રહેલા સ્પોર્ટસ સંકુલનું નિરિક્ષણ

તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે મુખ્યમંત્રી દ્વારા સ્પોર્ટસ સંકુલના નિરીક્ષણ માટે આવ્યા હતા. વ્યારા નગર નજીક આવેલા જરૂરી નિરીક્ષણ કરી તાપી જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી.તેમજ ભાજપના કાર્યકરો સાથે ટિફિન બેઠક પણ યોજી હતી. એટલે ઉલ્લેખનીય છે કે વ્યારામાં 22 કરોડના ખર્ચે બનાનારા રેલવે ઓવરબ્રિજ ના કામ 7 વર્ષે પણ અધૂરું છે.જેને લઈને હજારો લોકોની રોજની મુશ્કેલીઓ પડી રહી હોવા છતાં આ અંગે મુખ્યમંત્રી દ્વારા ચર્ચા ન કરાતા કે કોઈ અધિકારીઓને પણ સૂચના ન આપવાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે.

એક તરફ માર્ગ મકાનના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રોડ પર પડેલા ખાડાઓની જાણકારી મેળવે તો તાત્કાલિક ખાડા ઓ પુરાવે છે. ત્યારે બીજી તરફ જ વ્યારા નગર ના સાત વર્ષથી અધૂરા બ્રિજ ના અભાવે સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. સાથે વાહનોના ચકરાવા ને કારણે સમય અને ઇંધણ પણ આર્થિક નુકસાન ને અસર કરી રહ્યું છે ત્યારે વ્યારા ના અધૂરા રેલવે બ્રિજ બાબતે નગરજનો દ્વારા યોગ્ય નિરાકરણ થાય એ માટે માંગ ઉઠી રહી છે અન્યથા આવનાર દિવસોમાં આ અધૂરા બ્રિજ આવનાર ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બને તો નવાઈ નહીં.

સ્પોર્ટસ સંકુલનું નિરીક્ષણ કરતાં મુખ્યમંત્રી તાપી જિલ્લાના વ્યારા સ્થિત આ સંકુલનું નિર્માણ આઠ એકર જમીન ઉપર થઇ રહેલ છે. જેમાં માં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ જેમાં બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, શુટિંગ રેન્જ, યોગા, જીમ થતા જુડોની રમતો તમામ સાધન સુવિધા યુક્ત હોલનું નિર્માણ માટે રૂપિયા 5.50કરોડની વહિવટી મંજૂરી મેળવી કામનો પ્રારંભ કરવામાં આવેલ છે.

જેની 35 ટકા કામગીરી હાલ પૂર્ણ થયેલ છે. સંપૂર્ણ કામગીરી અંદાજિત 31-12-2022 સુધી કામગીરી પુર્ણ થશે. આ ઉપરાંત વોલીબોલના 2, ખો-ખો-1, કબડ્ડી-2 તથા પ્રેક્ટીસ આર્ચરીના આઉટડોર ગ્રાઉન્ડના બાંધકામ માટે અંદાજિત રૂપિયા 01 કરોડ વહિવટી મંજૂરી મેળવી કામનો પ્રારંભ કરી જેની 80 ટકા કામગીરી હાલ પૂર્ણ થયેલ છે. આમ હાલ 6.50 કરોડના કામો પ્રગતિમાં છે આ સંપુર્ણ કામગીરી અંદાજિત 31-08-2022 સુધી કામગીરી પૂર્ણ થશે.

અન્ય સમાચારો પણ છે...