સુવિધામાં વધારો:વ્યારા નગરમાં 40 લાખના 4 કામોનું ખાતમુહૂર્ત

વ્યારા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં વિવિધ સ્થળો એ  4 કામો મંજૂર થતાં પૂજા કરી ચાલુ કર્યા હતા. - Divya Bhaskar
વ્યારામાં વિવિધ સ્થળો એ 4 કામો મંજૂર થતાં પૂજા કરી ચાલુ કર્યા હતા.
  • પાણીની લાઇન, પેવર બ્લોક અને રસ્તાના કામો હાથ ધરવામાં આવશે

વ્યારા નગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે વિવિધ કામોના આયોજન કરે છે.જે અંતર્ગત નગરપાલિકા દ્વારા જનક સ્મારક હોસ્પિટલમાં ડામર રોડ બનાવવાનું, પરિશ્રમ પાર્ક સોસાયટીમાં પીવાના પાણીની પાઈપલાઈન, જનક સ્મારક હોસ્પિટલમાં પેવર બ્લોક અને ડી.કે પાર્ક માં પીવાના પાણીની પાઈપલાઈનો નાં કામો અંદાજે 40 લાખ રૂપિયાના ખર્ચે રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.

વ્યારા પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે વિવિધ કામોના આયોજન કરી તને ઝડપથી કરવા માટે પ્રયાસો કરી રહી છે.વ્યારા નગરપાલિકાના નગરના વિવિધ વોર્ડમાં કામોના આયોજનો કર્યા હતા .જે અંતર્ગત વ્યારા જનક હોસ્પિટલ માં અંદાજિત 30લાખના ખર્ચે એક ડામર રોડ અને પેવર બ્લોક નાખવાના આયોજન કરાયું હતું.

જે બાદ નગરપાલિકા દ્વારા અંદાજિત 5લાખ ના ખર્ચે પરિશ્રમ પાર્ક સોસાયટીમાં પીવાના પાણીની પાઈપલાઈન અને અંદાજિત 5લાખ ના ખર્ચે ડી.કે પાર્ક સોસાયટીમાં પીવાના પાણીની પાઇપલાઇનના કામો આયોજન કર્યા હતા.જેનું કામોના ખાતમહુર્ત રાજ્યકક્ષાના મંત્રી કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગ નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠાના જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વ્યારા નગરપાલિકાના પ્રમુખ સેજલબેન તેમજ ઉપપ્રમુખ સુધીરસિંહ સહિતના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...