વ્યારા નગરપાલિકા દ્વારા ચોમાસામાં પાણીનો ભરાઈ એ માટે વિવિધ સ્થળોએ પ્રિમોન્સુન કામગીરી કરી રહી છે.જે અંતર્ગત નગરના કાનપુરા વિસ્તારમાં હાઇવે પર એક હોટલ પાસે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા વધી ગઇ હતી. જેને લઇને નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વધુ મુશ્કેલી ન પડે એ માટે જરૂર પડે ત્યાં જેસીબી લઈને કામગીરી હાથ ધરી હતી ચોમાસા દરમ્યાન પાણી ભરાવાની સમસ્યા થી છુટકારો મળે એવી આશા સ્થાનિક રહ્યા છે.
વ્યારા નગરમાં વિવિધ સ્થળોએ પાણી ભરાતા હોય જેને લઇને ચોમાસા દરમિયાન સ્થાનિકોને મુશ્કેલી પડે છે નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત આવા સ્થળોએ મશીનો ,જેટી મશીનો, તેમજ માણસો અને જરૂર પડે ત્યાં જેસીબી નો ઉપયોગ કરી સાફ-સફાઈ કરી રહ્યા છે.વ્યારા નગરના કાનપુરા વિસ્તારના વજભુમી હોટેલ પાસે આવેલા ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યાને લઇને સ્થાનિક મુશ્કેલી પડી રહી હતી.વ્યારા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સ્થળ ચકાસણી કરી હતી. ગરનાળા ની પરિસ્થિતિ અને ગંદકી જોઈ જેસીબી મશીન થી સાફ સફાઈ ચાલુ કરી હતી. જેસીબી વડે કચરો,ગંદકી અનેં કિચડ ની સાફ-સફાઈ કરી જરૂરિયાત મુજબ ઊંડું કરી દીધું હતું. હાઇવે પર ગરનાળા માં આ વર્ષે પાણી ભરાવાની સમસ્યા થી મુશ્કેલી ઓછી થશે એવો હાલના તબક્કે લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.